પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | Palak Paneer Roti ( Gluten Free Recipe )

પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images.

પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, પણ અંહી એ જ સંયોજન વડે એક મજેદાર રોટી બનાવી છે. આ રોટીમાં ચોખાનો લોટ અને રાગીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ પાલક પનીર રોટીને અદભૂત બનાવી પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ બનાવે છે.

ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી ગ્લુટેન અસહિષ્ણુતાથી પીડાતા લોકો માટે યોગ્ય આરોગ્યપ્રદ ભોજન છે, જે ઘઉંમાં રહેલા ગ્લુટેનને સહન કરી શકતા નથી.

Palak Paneer Roti  (  Gluten Free Recipe ) In Gujarati

પાલક પનીર રોટી રેસીપી - Palak Paneer Roti ( Gluten Free Recipe ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો

પાલક પનીર રોટી માટે
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૫ ટેબલસ્પૂન ભૂકો કરેલું પનીર
૫ ટેબલસ્પૂન ચોખાનો લોટ
૫ ટેબલસ્પૂન રાગીનો લોટ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
પાલક પનીર બનાવવા માટે

    પાલક પનીર બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂર મુજબ હુંફાળુ ગરમ પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા ચોખાના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા તેલની મદદથી રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. પાલક પનીર રોટીને તાજા દહીં સાથે ગરમાગરમ પીરસો.

Reviews