ચૂરમા લાડુ રેસીપી | રાજસ્થાની ચુરમા લાડુ | ગુજરાતી ચુરમાના લાડુ | Churma Ladoo

ચૂરમા લાડુ રેસીપી | રાજસ્થાની ચુરમા લાડુ | ગુજરાતી ચુરમાના લાડુ | churma ladoo in gujarati | with 23 amazing images.

ચૂરમા લાડુ એક રાજસ્થાની ચુરમા લાડુ છે અને તેને ઘઉંના લોટમાંથી બનાવેલ આટા ચૂરમા લાડુ પણ કહેવાય છે. ચૂરમા લાડુ માત્ર ૫ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જેમ કે ઘઉંનો લોટ, ગોળ, ઘી, ખમણેલું નાળિયેર અને તલ.

રાજસ્થાની ચુરમા લાડુનું શ્રેષ્ઠ પોત અને સ્વાદ મેળવવા માટે, કરકરો ઘઉંનો લોટ વાપરો, અને કણિકના ગોળ ભાગને તળી લો ત્યારે ખાતરી કરો કે તે અંદરથી સંપૂર્ણપણે રાંધેલા હોય અને ગોલ્ડન બ્રાઉન રંગના હોય ત્યારે તેને તેલમાંથી કાઢી લો. તેમને લાલ થવા ન દો, નહીં તો સ્વાદ બદલાઈ જશે.

ચૂરમા લાડુ માટે નોટ્સ. ૧. જો તમે શિયાળા દરમિયાન ચૂરમાના લાડુ બનાવી રહ્યા હોવ તો તમે ઘીમાં શેકેલો ખાદ્ય ગુંદરનો પાવડર ઉમેરી શકો છો. ૨. જો તમારી પાસે જડા ઘઉંનો લોટ ન હોય, તો ચુરમાના લાડુની બરછટ રચના મેળવવા માટે ૧-૨ ટેબલસ્પૂન રવો ઉમેરા. ૩. બધી સામગ્રી ભેગી કરી કડક લોટ બાંધો. આપણે રોટલીના જેવો કણિક બાધવાની જરૂર નથી. ૪. કણિક એટલો દૃઢ હોવો જોઈએ. જ્યારે તમે તેને તળવા માટે લો, તો તે તેલમાં તૂટી ન જવું જોઈએ. ૫. ચૂરમા લાડુનો સુંદર સ્વાદ મેળવવા માટે, અમે તળવા માટે ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

Churma Ladoo recipe In Gujarati

ચૂરમા લાડુ રેસીપી - Churma Ladoo recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૧ લાડુ માટે

ઘટકો

ચુરમા લાડુ માટે
૧ ૧/૨ કપ કરકરો ઘઉંનો લોટ
૪ ટેબલસ્પૂન ઘી
૧/૪ કપ ખમણેલું સૂકું નાળિયેર
૨ ટેબલસ્પૂન તલ (તિલ)
ઘી , તળવા માટે
૩/૪ કપ સમારેલો ગોળ
૧ ટેબલસ્પૂન દૂધ , વૈકલ્પિક
ખસખસ , રોલિંગ માટે
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નોન-સ્ટીક પેનમાં ૧ ટેબલસ્પૂન ઘી ગરમ કરો, તેમાં નાળિયેર અને તલ ઉમેરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો. બાજુ પર રાખો.

ચૂરમા લાડુ બનાવવા માટે

    ચૂરમા લાડુ બનાવવા માટે
  1. ચૂરમા લાડુ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં કરકરો ઘઉંનો લોટ અને ૧/૨ કપ પાણી ઉમેરીને કડક કણિક તૈયાર કરી લો.
  2. કણિકને ૮ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને તમારી મુઠ્ઠીનો આકાર આપો અને ખાડો બનાવવા માટે દરેક ભાગની મધ્યમાં તમારી આંગળીઓથી દબાવો.
  3. એક ઊંડી નોન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો અને એક સમયે ૪ કણિકના ભાગને મધ્યમ તાપ પર ૨૦ મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો ન થાય ત્યાં સુધી તળી લો. ટીશ્યુ પેપર પર કાઢી લો અને તેને ઠંડુ થવા દો.
  4. રીત ક્રમાંક ૪ મુજબ વધુ ૪ કણિકના ભાગોને તળી કરી લો.
  5. એકવાર ઠંડુ થઈ જાય પછી, તેના ટુકડા કરી લો અને મિક્સરમાં બારીક પાવડર બનવા સુધી પીસી લો. ચુરમાને એક બાજુ રાખો.
  6. બાકીના ૩ ટેબલસ્પૂન ઘીને એક પહોળા નોન-સ્ટીક પેનમાં ગરમ કરો, તેમાં ગોળ અને ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી ધીમા તાપ પર રાંધી લો.
  7. એક ઊંડા બાઉલમાં ચુરમા, પીગળાવેલો ગોળ અને નાળિયેર-તલનું મિશ્રણ ભેગું કરો અને ખૂબ સારી રીતે મિક્સ કરો. મિશ્રણને થોડું ઠંડુ થવા દો.
  8. મિશ્રણને ૧૧ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળાકાર લાડુનો આકાર આપો અને ખસખસને ત્યાં સુધી રોલ કરો જ્યાં સુધી તે બધી બાજુઓથી સમાન રીતે કોટેડ ન થાય.
  9. ચૂરમા લાડુને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં સ્ટોર કરો.

Reviews