સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal, Zero Oil Dal Sultani

સુલતાની દાળ | સુલતાની દાળ બનાવવાની રીત | સુલતાની મગની દાળ | Sultani Dal in Gujarati

દરરોજ વપરાતી દાળ પણ મજેદાર બની શકે છે જો આપણે સમજીને તેમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ. આ પ્રભાવશાળી દાળમાં લસણ અને ટમેટા હલકી ખટાશ ઉમેરે છે જે રોટી અને ભાત સાથે સારૂ સંયોજન બનાવે છે. મગની દાળથી મળતું ફોલીક એસિડ આ દાળની પૌષ્ટિક્તામાં વધારો કરે છે. આ દાળ ખસ્તા રોટી સાથે પીરસો.

Sultani Dal, Zero Oil Dal Sultani recipe In Gujarati

This recipe has been viewed 5918 times



સુલતાની મગની દાળ - Sultani Dal, Zero Oil Dal Sultani recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ લીલી મગની દાળ
૧/૪ કપ તુવરની દાળ
૧/૨ કપ સમારેલા ટમેટા
૧ ૧/૨ ટીસ્પૂન સમારેલું લસણ
લીલો મરચો , ઝીણો સમારેલો
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન જીરૂં
૧/૨ કપ સમારેલા કાંદા
૩ ટેબલસ્પૂન સમારેલી કોથમીર , સજાવવા માટે
કાર્યવાહી
    Method
  1. બન્ને દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં ૨ થી ૩ કલાક સુધી પલાળી રાખ્યા પછી બાજુ પર રાખો.
  2. હવે પ્રેશર કુકરના વાસણમાં દાળ, ટમેટા, લસણ, લીલા મરચાં, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી દાળને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
  3. હવે એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં જીરૂં ઉમેરી લગભગ ૩૦ સેકંડ સુધી સુકું શેકી લો.
  4. તાપ સહેજ ઓછું કરી તેમાં કાંદા ઉમેરી, કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સૂકા શેકી લો. જો કાંદા દાજવા માંડે, તો તેની પર થોડું પાણી છાંટવું
  5. હવે તેમાં બાફેલી દાળ, ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  6. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews