દાલીંબી ઉસલ ની રેસીપી | Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal

મજા માણો એક મહારાષ્ટ્રીયન વાનગીની. આ દાલીંબી ઉસલ, રોટી અને ભાત સાથે માણી શકાય એવું છે.

વાલમાં પારંપારિક વઘાર કરીને ખાટ્ટા કોકમ અને રોજના મસાલા સાથે આ ઉસલ રાંધવામાં આવ્યું છે. ગોળ આ વાનગીને થોડી ખાટી-મીઠી બનાવે છે, જ્યારે બીજી વસ્તુઓ જેવી કે આદૂ, કાંદા અને કોથમીર આ મહારાષ્ટ્રીયન વાલની વાનગીના સ્વાદમાં તીવ્રતા ઉમેરે છે.

તમને અહીં ખ્યાલ આવ્યો હશે કે આ વાનગીમાં કોથમીર ફક્ત છાંટવામાં નથી વાપરવામાં આવી પણ તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે જરૂરી પણ છે કારણકે કોથમીર વડે આ ઉસલને મજેદાર સુવાસ પ્રાપ્ત થાય છે.

Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal recipe In Gujarati

This recipe has been viewed 4760 times



દાલીંબી ઉસલ ની રેસીપી - Dalimbi Usal, Val Usal, Maharashtrian Vaal recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ ફણગાવેલીને છોલી લીધેલી વાલ
કોકમ
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂં
૧/૪ ટીસ્પૂન હીંગ
કડી પત્તાં
૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન સમારેલું ગોળ
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ કપ સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. કોકમને ૧/૪ કપ પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખો.
  2. તે પછી કોકમને નિચોળીને પાણી કાઢી, પાણીને બાજુ પર રાખી કોકમને ફેંકી દો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં નાંખો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તાં અને આદૂ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધા સાંતળી લો.
  5. તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં વાલ, મીઠું અને ૧ કપ પાણી મેળવી, વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં હળદર, કોકમનું પાણી, ગોળ, મરચાં પાવડર, કોથમીર અને ક્ક કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ગરમા-ગરમ પીરસો.

Reviews