અમેરીકન ચોપસી | American Chopsuey

અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય.

ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસનું સંયોજન હોય છે, જેને કોર્નફ્લોર વડે એકદમ ઘટ્ટ કરવામાં આવે છે. તેને જ્યારે કરકરા તળેલા નૂડલ્સ્ ની ઉપર પીરસવામાં આવે છે, ત્યારે તે ખરી લહેજતદાર વાનગી બને છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સંતુષ્ટીનો અહેસાસ પણ કરાવે છે.

અમેરીકન ચોપસી તમે એક ડીશ ભોજન તરીકે પીરસી સકો. બાળકો તેમજ મોટા ઓને આ સંતુષટ વાનગી ખુબ જ પસંદ આવશે.

American Chopsuey recipe In Gujarati

અમેરીકન ચોપસી - American Chopsuey recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો

ક્રીસ્પી નૂડલ્સ્ માટે
૪ કપ અર્ધ-ઉકાળેલા હક્કા નૂડલ્સ્
તેલ , તળવા માટે

ચોપસીના ટૉપીંગ માટે
કપ સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ સિમલા મરચાંની પટ્ટીઓ
૧/૨ કપ પાતળા લાંબા કાપેલા ગાજર
૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧/૨ કપ બાફેલા નૂડલ્સ્
૧ ૧/૨ ટેબલસ્પૂન ટેબલસ્પૂન કોર્નફ્લોર
૨ ટેબલસ્પૂન તેલ
૧ કપ ટમૅટો કેચપ
૨ ટીસ્પૂન ચીલી સૉસ
૨ ટેબલસ્પૂન વિનેગર
૧ ટેબલસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ક્રીસ્પી નૂડલ્સ્ માટે

    ક્રીસ્પી નૂડલ્સ્ માટે
  1. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ૨ કપ હુકા નૂડલ્સ્ એવી રીતે પાથરો કે તેનો એક સરખો પડ તૈયાર થાય. તે કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  2. રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલા નૂડલ્સ્ પણ તળીને બાજુ પર રાખો.

ચોપસીના ટૉપીંગ માટે

    ચોપસીના ટૉપીંગ માટે
  1. એક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં સિમલા મરચાં, ગાજર અને કોબી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં બાફેલા નૂડલ્સ્ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમૅટો કેચપ અને ચીલી સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. છેલ્લે તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, વિનેગર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. આમ તૈયાર થયેલા ટૉપીંગના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતા પહેલા, કરકરા નૂડલ્સ્ નો એક ભાગ પીરસવાની ડીશમાં મૂકી તેની પર ચોપસીના ટોપીંગનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
  2. રીત ક્રમાંક ૧ મુજબ બીજી એક ડીશ તૈયાર કરો.
  3. તરત જ પીરસો.

Reviews