ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી | Dry Fruit Kesar Kulfi

કોઇપણ ભારતીય જમણમાં જો દેશી આઇસક્રીમ પીરસવામાં ન આવે ત્યાં સુધી તે જમણ અધુરુ જ ગણાય. દેશી આઇસક્રીમ એટલે કુલ્ફીના ભિન્ન ભિન્ન પ્રકાર અને ભિન્ન ભિન્ન સ્વાદ જેવા કે મસાલા વાળી કુલ્ફીથી માંડી ફળોના સ્વાદવાળી કુલ્ફી પણ બને છે. અહીં આ ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી એક પારંપારિક મોગલાઇ રીતે તૈયાર કરવામાં આવી છે અને તેમાં સૂકા મેવા સાથે કેસર તથા એલચીની ખુશ્બુનું સંયોજન છે. આ રસાળ મીઠાઇમાં દૂધ અને મસાલા તથા સૂકા મેવાના ટુકડાઓનો કરકરો સ્વાદ તમને જરૂરથી લોભાવી જશે. આ ડ્રાયફ્રુટ કુલ્ફીને ફાલુદા અને રબડી વડે સજાવીને પીરસસો ત્યારે તેનો સ્વાદ અનેરો બનશે.

Dry Fruit Kesar Kulfi recipe In Gujarati

This recipe has been viewed 4972 times

ड्राई फ्रूट केसर कुल्फी की रेसिपी - हिन्दी में पढ़ें - Dry Fruit Kesar Kulfi In Hindi 
Dry Fruit Kesar Kulfi - Read in English 


ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી - Dry Fruit Kesar Kulfi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬કુલ્ફી માટે
મને બતાવો કુલ્ફી

ઘટકો
કેસરના થોડા રેસા
૧/૪ કપ હુંફાળું મલાઇદાર દૂધ
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૪ કપ મલાઇદાર દૂધ
૫ ટેબલસ્પૂન સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૧/૨ કપ સમારેલા સૂકા મેવા (બદામ , કાજૂ અને પીસ્તા)
કાર્યવાહી
    Method
  1. એક નાના બાઉલમાં કેસરના રેસા તથા હુંફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
  2. ૨. બીજા એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
  3. ૩. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  4. તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી અને પૅનની બાજુ પર ચીટકેલું દૂધ ઉખાડતા રહી ૩૨ મિનિટ સુધી રાંધી લો.
  5. આમ તૈયાર થયેલા મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં એલચી પાવડર, કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ મિશ્રણને ૬ કુલ્ફીના મોલ્ડમાં રેડીને આખી રાત ફ્રીજમાં રાખી મૂકો.
  7. જ્યારે કુલ્ફીને મોલ્ડમાંથી કાઢવી હોય, ત્યારે મોલ્ડને ફ્રીજમાંથી કાઢી ૫ મિનિટ પછી લાકડાની સળી અથવા ફોર્ક (fork)ને કુલ્ફીની મધ્યમાં નાંખી કુલ્ફીને મોલ્ડમાંથી કાઢી લો.
  8. તરત જ પીરસો.

Reviews