કાંદાના ક્રિસ્પી ભજીયા રેસીપી | ડુંગળી ના ભજીયા | કાદાં ના ભજીયા | ડુંગળીના પકોડા | Kanda Bhaji, Pyaz Ke Pakode, Kanda Bhajiya

કાંદાના ક્રિસ્પી ભજીયા રેસીપી | ડુંગળી ના ભજીયા | કાદાં ના ભજીયા | ડુંગળીના પકોડા | pyaz ke pakode in gujarati | with 18 amazing images.

કાંદાના ક્રિસ્પી ભજીયા ડુંગળીને મસાલેદારમાં બેટર સાથે ભેળવીને બનાવવામાં આવે છે અને પછી તળવામાં આવે છે. કાદાં ના ભજીયા એ ડીપ ફ્રાઈડ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે અને ઘણી વખત તેની લાદી પાવમાં ભરીને વેચવામાં આવે છે.

જો તમે સુપર-ક્રિસ્પનો અર્થ જાણવા માગો છો, તો આ સ્વાદિષ્ટ કાંદાના ક્રિસ્પી ભજીયા અજમાવો, જે સ્વાદિષ્ટ અને ક્રન્ચી બંને છે.

ગરમ અને તાજા કાદાં ના ભજીયા એક આદર્શ સાંજનો ચા નાસ્તો છે. મને ચોમાસામાં સાંજના નાસ્તામાં કાદાં ના ભજીયા ખાવાનું ગમે છે અને પુણેની નજીક આવેલા સિંઘદ પર્વતો પર ટ્રેકિંગ કરતી વખતે વરસાદના ઠંડા દિવસે તે ખાવાનું મને યાદ છે.

ઠંડીના દિવસોમાં ગરમ મસાલા ચાઈ સાથે કાદાં ના ભજીયાનો આનંદ જ કઈ અલગ છે. લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે કાંદાના ક્રિસ્પી ભજીયાને પીરસો.

Kanda Bhaji, Pyaz Ke Pakode, Kanda Bhajiya recipe In Gujarati

This recipe has been viewed 2320 times

कांदा भजी रेसिपी । कांदा भजिया । पायज़ के पकोडे - हिन्दी में पढ़ें - Kanda Bhaji, Pyaz Ke Pakode, Kanda Bhajiya In Hindi 


કાંદાના ક્રિસ્પી ભજીયા રેસીપી - Kanda Bhaji, Pyaz Ke Pakode, Kanda Bhajiya recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કાંદાના ક્રિસ્પી ભજીયા માટે
૨ કપ પાતળી કાપેલી ડુંગળી
૧ ૧/૪ કપ ચણાનો લોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન ક્રશ કરેલા આખા ધાણા
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૪ કપ બારીક સમારેલી કોથમીર
સ્વાદ માટે મીઠું
તેલ , તળવા માટે

કાંદાના ક્રિસ્પી ભજીયા સાથે પીરસવા માટે
ખજુરની મીઠી ચટણી
લીલી ચટણી
કાર્યવાહી
કાંદાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે

    કાંદાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે
  1. કાંદાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ૨ ટેબલસ્પૂન પાણી સાથે બધી સામગ્રી ભેગી કરો અને તમારા હાથની મદદથી સારી રીતે મિક્સ કરો.
  2. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને તમારી આંગળીઓનો ઉપયોગ કરીને એક ચમચી જેટલુ કાંદાનું મિશ્રણ ડ્રોપ કરો અને એક સમયે થોડા થોડા નાખી, બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. એક ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.
  3. કાંદાના ક્રિસ્પી ભજીયાને તરત જ પીરસો.

Reviews