પાઇનેપલ સ્પોંન્જ કેક | Eggless Pineapple Sponge Cake, Indian Style

કૅન્ડ અનેનાસના ટુકડા વડે બનતું આ સ્પોંન્જ કેક સજાવીને ચહા સાથે પીરસવા માટે અથવા ઉપરથી આઇસક્રીમનું સ્કુપ મૂકીને ડેઝર્ટ તરીકે પીરસવા માટે અતિ ઉત્તમ છે. પાઇનેપલ સિરપ અને કન્ડેન્સ્ડ મીલ્ક ઉમેરવાથી આ પાઇનેપલ સ્પોંન્જ કેકને તેની મીઠાશ મળી રહે છે. તે એવું સ્વાદિષ્ટ અને રંગીન બને છે કે તમે સાદા સ્પોંન્જ કેકને ભૂલી જશો અને જેવા આ કેક ઑવનમાંથી બહાર કાઢશો કે તરત જ તેને વધુ કંઇ નકામો ઠઠારો કર્યા વગર જ પીરસી શકાય એવા તૈયાર થાય છે.

Eggless Pineapple Sponge Cake, Indian Style recipe In Gujarati

પાઇનેપલ સ્પોંન્જ કેક - Eggless Pineapple Sponge Cake, Indian Style recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૪૦ થી ૪૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧કેક માટે
મને બતાવો કેક

ઘટકો
૧/૨ કપ સમારેલા કૅન્ડ અનેનાસ
૩ ટેબલસ્પૂન કૅન્ડ અનેનાસનું સિરપ
૧ ૧/૪ કપ મેંદો
૧ ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર
૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
૩/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૪ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
૧ ટીસ્પૂન વેનીલા ઍસેન્સ
પીગળાવેલું માખણ , ચોપડવા માટે
મેંદો , ભભરાવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને ચારણીથી ચાળી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળ કેકના ટીનમાં પીગળાવેલું માખણ ચોપડી તેની પર મેંદો છાંટી સરખી રીતે પાથરી લો. તે પછી ટીનને હલાવીને વધારાનો મેંદો કાઢી નાંખો અને ટીનને બાજુ પર રાખો.
  3. બીજા એક ઊંડા બાઉલમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલું માખણ અને વેનીલા ઍસેન્સને એક ચપટા તવેથા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં ચાળેલા લોટનું મિશ્રણ અને કૅન્ડ અનેનાસ મેળવી, હળવેથી ચપટા તવેથા વડે સારી રીતે મિક્સ કરી લો.
  5. તે પછી તેમાં ધીરે ધીરે કૅન્ડ અનેનાસનું સિરપ રેડતા જાવ અને તેને હળવેથી ઉપર નીચે કરી મિક્સ કરી લો. ખીરૂં રેડી શકાય તેવું નહીં પણ ભજિયા જેવું ઘટ્ટ બનવું જોઇએ.
  6. આમ તૈયાર થયેલું ખીરૂં માખણ ચોપડીને મેંદો પાથરેલા ૭” વ્યાસના ગોળ ટીનમાં સરખી રીતે પાથરી લો.
  7. તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો.
  8. જ્યારે ટીનની બાજુઓ પરથી કેક છુટું પડતું દેખાય અને તેને દબાવવાથી નરમ જેવું લાગે ત્યારે સમજવું કે કેક તૈયાર થઇ ગયું છે.
  9. તેને થોડો સમય બાજુ પર રાખી ઠંડું થવા દો. જ્યારે થોડું ઠંડું થઇ જાય ત્યારે ટીનને ઊંધું કરીને ઠપકારી થોડું પછડાવી લો જેથી કેક ટીનમાંથી બહાર આવી જાય.
  10. તેના ટુકડા કરીને પીરસો.

Reviews