ચોળાના પાનની ભાજી | Matha Chi Bhaji

આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી ઘરના રોજના જમણમાં બનાવી શકાય એવી છે કારણકે એમાં ફક્ત ફણગાવેલા કઠોળ અને ચવલીના પાન સાથે બીજી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરી તેને સાદી રીતે બનાવવામાં આવી છે, જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા બન્ને જળવાઇ રહે છે. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Matha Chi Bhaji recipe In Gujarati

This recipe has been viewed 4777 times

माठा ची भाजी - हिन्दी में पढ़ें - Matha Chi Bhaji In Hindi 
Matha Chi Bhaji - Read in English 


ચોળાના પાનની ભાજી - Matha Chi Bhaji recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૬ કપ સમારેલા ચોળાના પાન
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ૧/૨ ટેબલસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ફણગાવેલા મગ
એક ચપટીભર સાકર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, હળદર, મરચાં પાવડર અને લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ અથવા કાંદા નરમ થાય બને ત્યાં સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ચોળાના પાન અને ફણગાવેલા મગ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. છેલ્લે તેમાં ૨ કપ પાણી, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી કઢાઇને ઢાંકી ધીમા તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા મગ બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. ભાજીને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી શાક પૅનના તળીયામાં ચીટકી ન જાય.
  6. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Reviews