ફૂલકોબીના પરોઠાની રેસીપી | Gobi Paratha, Punjabi Gobi Paratha

ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે.

અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ રાઇતા અને અથાણા સાથે મજાનો સ્વાદ આપે છે. દાલ અમૃતસરી સાથે પણ તેનો સ્વાદ અનેરો જ મળશે.

Gobi Paratha,  Punjabi Gobi Paratha recipe In Gujarati

This recipe has been viewed 6236 times



ફૂલકોબીના પરોઠાની રેસીપી - Gobi Paratha, Punjabi Gobi Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

ફૂલકોબીના પરોઠાના કણિક માટે
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

ફૂલકોબીના પૂરણ માટે
૧ ૧/૨ કપ ખમણેલી ફૂલકોબી
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું, સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
ઘી , રાંધવા માટે
કાર્યવાહી
ફૂલકોબીના પરોઠાના કણિક માટે

    ફૂલકોબીના પરોઠાના કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.

ફૂલકોબીના પૂરણ માટે

    ફૂલકોબીના પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ફૂલકોબી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. હવે તેમાં ૪ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી આ પૂરણને બાજુ પર રાખો.
  6. આ પૂરણના ૫ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.

ફૂલકોબીના પરોઠા બનાવવા માટે આગળની રીત

    ફૂલકોબીના પરોઠા બનાવવા માટે આગળની રીત
  1. તૈયાર કરેલી કણિકના ૫ સરખા ભાગ પાડી લો.
  2. ૨ હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  3. આ વણેલા ભાગની મધ્યમાં ફૂલકોબીના પૂરણનો એક ભાગ મૂકી દો.
  4. તે પછી તેની કીનારીઓ મધ્યમાં વાળીને તેને સખત બંધ કરી લો.
  5. તે પછી તેને ફરીથી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  6. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી પરોઠાને મધ્યમ તાપ પર ઘીની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. આ જ પ્રમાણે રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.
  8. ફૂલકોબીના પરોઠા તરત જ પીરસો.

Reviews