ચણા પાલક સબ્જી રેસીપી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | Healthy Chana Palak Sabzi Recipe

ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.

પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે.

પાલક અને કાબુલી ચણાનું પોષક સમૃદ્ધ મિશ્રણ એક નહીં પણ બે સ્વાદિષ્ટ પેસ્ટની સાથે વધારવામાં આવે છે - એક કાંદા અને બીજું રીંગણા-ટામેટાંની પેસ્ટ. અન્ય સામાન્ય મસાલા અને મસાલા પાવડર સાથે, આ પેસ્ટ ચણા પાલક સબ્જીને અદભૂત સ્વાદ આપે છે.

Healthy Chana Palak Sabzi Recipe In Gujarati

ચણા પાલક સબ્જી રેસીપી - Healthy Chana Palak Sabzi Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ચણા પાલક સબ્જી માટે
૧ ૧/૨ કપ પલાળીને ઉકાળેલા કાબુલી ચણા
૧ કપ સમારેલી પાલક
૨ ટીસ્પૂન તેલ
૧ કપ રીંગણાના ટુકડા
૧ કપ ઝીણા સમારેલા ટામેટા
૧ ટીસ્પૂન જીરું
૨૫ મિલીમીટર (1 ”) તજ
લવિંગ
૧ ટીસ્પૂન ગરમ મસાલા
૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
૧ ટીસ્પૂન ધાણા પાવડર
મીઠું , સ્વાદાનુસાર

પીસીને કાંદાની સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
લસણની કડી
૨ ટીસ્પૂન સમારેલું આદુ

સજાવવા માટે
થોડી કાંદાની રીંગ્સ્
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
એક લીંબુની વેજ
કાર્યવાહી
ચણા પાલક સબ્જી બનાવવા માટે

    ચણા પાલક સબ્જી બનાવવા માટે
  1. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રીંગણા ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમા તાપ પર 4 થી 5 મિનિટ સુધી કે પછી રીંગણા નરમ પડવા સુધી રાંધી લો. જરૂર પડે તો થોડા પાણીનો છંટકાવ કરો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  2. રીંગણા અને ટામેટાને ભેગા કરો અને મિક્સરમાં સુંવાળી પેસ્ટ બનાવી લો.
  3. એક નોન-સ્ટીક કઢાઇ ગરમ કરો અને તેમાં જીરું નાખી ધીમા તાપે 30 સેકંડ માટે સુકુ શેકી લો.
  4. તજ, લવિંગ અને તૈયાર કરેલી કાંદાની પેસ્ટ નાખો અને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સુકુ શેકી લો. કાંદાને બળી જવાથી બચવા માટે થોડા પાણીનો છંટકાવ કરવો.
  5. તૈયાર કરેલી રીંગણા-ટામેટાંની પેસ્ટ ઉમેરો અને બીજી 1 મિનિટ માટે મધ્યમ તાપ પર સુકુ શેકી લો.
  6. ગરમ મસાલા, લાલ મરચાંનો પાવડર, આમચૂર, ધાણા પાવડર, મીઠું, ઉકાળેલા કાબુલી ચણા અને 1/2 કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ મિનિટ માટે રાંધી લો.
  7. પાલક ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 10 મિનિટ માટે રાંધી લો.
  8. કાંદાની રીંગ્સ્, કોથમીર અને લીંબુની વેજથી સજાવીને પૌષ્ટિક ચણા પાલકને ગરમ પીરસો.

Reviews