લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | Green Chutney (chaat)

લીલી ચટણી રેસીપી | ચાટ માટે લીલી ચટણી | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | green chutney for chaat recipe in gujarati | with 20 amazing images.

ચાટ માટે લીલી ચટણી એ ચટપટી ભારતીય ચટની છે જે વિવિધ ચાટની વાનગીઓમાં પીરસવામાં આવતા ઘટકોના યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી તે શીખો.

ચાટ માટે લીલી ચટણી બનાવવા માટે, ફૂદીનાના પાન, કોથમીર, કાંદા, લીંબુનો રસ, સાકર, લીલા મરચાં અને મીઠું ભેગું કરો અને ખૂબ ઓછા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં એક સરળ પેસ્ટ બનાવી લો. રેફ્રિજરેટ કરો અને જરૂરી મુજબ વાપરો.

લીલી ચટણી માટે ટિપ્સ : ૧. કોથમીર અને ફુદીનાના પાનને સાફ કરતી વખતે કોમળ દાંડીને રહવા દો. તેમને છોડશો નહીં. ૨. જો તમે ઈચ્છો તો, તમે ૧ ટેબલસ્પૂન સાકર ઉમેરવાનું ટાળી શકો છો અથવા લીંબુના રસની ખટાસને સંતુલિત કરવા માટે એક ચપટી ઉમેરી શકો છો. ૩. તાજી તૈયાર કરેલી ચટણીનો આનંદ સૌથી વધુ માણવામાં આવે છે. જો કે, તેને એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.

Green Chutney (chaat) recipe In Gujarati

લીલી ચટણી રેસીપી - Green Chutney (chaat) recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧ માત્રા (૪૨ ટીસ્પૂન) માટે
મને બતાવો માત્રા (૪૨ ટીસ્પૂન)

ઘટકો

લીલી ચટણી માટે
૨ કપ સમારેલા ફૂદીનાના પાન
૧ કપ સમારેલી કોથમીર
કાંદો , સ્લાઇસ કરેલો
૧ થી ૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન સાકર
૪ થી ૬ લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
લીલી ચટણી બનાવવા માટે

    લીલી ચટણી બનાવવા માટે
  1. લીલી ચટણી બનાવવા માટે, બધી સામગ્રીને ભેગી કરો અને ખૂબ ઓછા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં સરળ પેસ્ટ બને ત્યાં સુધી પીસી લો.
  2. લીલી ચટણીને રેફ્રિજરેટ કરો અને જરૂર મુજબ વાપરો.
વિગતવાર ફોટો સાથે લીલી ચટણી રેસીપી

લીલી ચટણી બનાવવા માટે

  1. લીલી ચટણી બનાવવા માટે | ચાટ માટે લીલી ચટણી | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | green chutney for chaat recipe in gujarati | એક ઝૂડી ફુદીનાના પાન લો. તમે જાણો છો કે પાંદડા તાજા હોય છે જ્યારે તે તેજસ્વી લીલા રંગના હોય છે અને પીળા નહીં.
  2. દાંડીમાંથી પાંદડાને ચૂંટો અને દાંડીઓને કાઢી નાખો.
  3. તેના પર લાગેલી કોઈપણ ગંદકી અને ધૂળને દૂર કરવા માટે પાંદડાને સારી રીતે ધોઈ લો.
  4. મિક્સરને પીસવા માટે સરળ બનાવવા માટે પાંદડાને મોટા મોટા કાપી લો. અમને લગભગ ૨ કપ સમારેલા ફૂદીનાના પાનની જરૂર પડશે. એક બાજુ રાખો.
  5. એક તાજી કોથમીરની ઝૂડી લો.
  6. પાંદડા અને દાંડી અલગ કરો. અમે ફક્ત પાંદડા અને નરમ દાંડીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ.
  7. કોથમીરને પાણી માં ધોઈ લો, જેથી કોઈ ગંદકી અટકી હશે તો તે દૂર થઈ જશે.
  8. લીલી ચટણી માટે કોથમીરને મોટી મોટી કાપી લો. આ ચટણી માટે આપણને લગભગ ૧ કપ સમારેલી કોથમીરની જરૂર પડશે. એક બાજુ રાખો.
  9. અમે આ રેસીપીને અલગ બનાવવા માટે થોડો કાંદો પણ ઉમેરી રહ્યા છે. અમે ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદાનો ઉપયોગ કર્યો છે, જે સરળતાથી ૧ મોટા કાંદાથી બનાવી શકાય છે.
  10. મિક્સરના જારમાં ફૂદીનાના પાન નાખો.
  11. ત્યારબાદ તેમાં કોથમીર નાખો.
  12. હવે તેમાં કાંદો નાખો. આ સ્વાદિષ્ટ ચટણીને થોડી તીક્ષ્ણતા આપશે.
  13. હવે તેમાં લીંબુનો રસ નાખો. આ ચટણીનો રંગ જાળવવામાં મદદ કરશે. જો તમે લીંબુનો રસ ઉમેરશો નહીં, તો ચટણી કાળી થતી જશે.
  14. લીંબુના સ્વાદને સંતુલિત કરવા સાકર ઉમેરો. જો તમને ડાયાબિટીસ છે, તો પછી તમે અમારી ઓછી કેલરીની લીલી ચટણીનો સંદર્ભ લઈ શકો છો જે ડાયાબિટીસ ફ્રેન્ડ્લી છે.
  15. મસાલા માટે મિક્સરમાં આશરે સમારેલા લીલા મરચાં પણ ઉમેરો. તમે તમારી પસંદ પ્રમાણે મરચાં વધારી અથવા ઓછા કરી શકો છો.
  16. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
  17. ૧/૪ કપ પાણી ઉમેરો જેથી તેને સરળતાથી પીસી શકાય.
  18. સરળ પેસ્ટ બને ત્યાં સુધી પીસી લો. સરળ પેસ્ટ મેળવવા માટે તમારે તેને એક કે બે વાર હલાવવું પડશે.
  19. એક બાઉલમાં લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | green chutney for chaat recipe in gujarati | કાઢી લો અને જરૂર મુજબ વાપરો. તેનાથી લગભગ ૧.૨૫ કપ ચટણી મળશે.
  20. એરિટેટ કન્ટેનરમાં ભરીને લીલી ચટણીને | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | green chutney for chaat recipe in gujarati | રેફ્રિજરેટમાં સ્ટોર કરો. તમે આ ચટણીનો ઉપયોગ ભેલ પુરી જેવી ચાટમાં કરી શકો છો અથવા આલૂ પકોડા સાથે પીરસો.

લીલી ચટણી માટે ટિપ્સ

  1. કોથમીર અને ફુદીનાના પાનને સાફ કરતી વખતે કોમળ દાંડીને રહવા દો. તેમને છોડશો નહીં.
  2. જો તમે ઈચ્છો તો, તમે ૧ ટેબલસ્પૂન સાકર ઉમેરવાનું ટાળી શકો છો અથવા લીંબુના રસની ખટાસને સંતુલિત કરવા માટે એક ચપટી ઉમેરી શકો છો.
  3. તાજી તૈયાર કરેલી ચટણીનો આનંદ સૌથી વધુ માણવામાં આવે છે. જો કે, તેને એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.

Reviews