ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | Guacamole, Mexican Avocado Dip

ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | guacamole in Gujarati | with 16 amazing images.

સુગંધી અને પૌષ્ટિક એવું આ ગ્વાકામોલ ઍવોકાડોનું ડીપ છે, જે મૂળ મેક્સિકન વાનગી છે પણ હવે આખી દુનીયામાં ફક્ત ડીપ માટે નહીં પણ સલાડ ડ્રેસિંગ માટે તથા સેન્ડવિચના ટૉપીંગ માટે પણ પ્રખ્યાત થઇ ગયું છે.

ઍવોકાડોનો ઉપયોગ કરતાં પહેલા ખાત્રી કરી લેવી કે તે પાકું હોય, જો તે કાચું હશે તો તે સ્વાદરસિયાઓને નાખુશ કરી દેશે.

એક વખત આ ફ્રુટની યોગ્ય પસંદગી કરી લીધા પછી વધુ કંઇ ન કરતા તેને ફક્ત સમારી લો અને વિવિધ સામગ્રી જેવી કે ટમેટા, કાંદા, લસણ વગેરેમાં મિક્સ કરીને ડીપ તૈયાર કરી લો. એક ચમચો ભરીને તાજું ક્રીમ મેળવવાથી આ ડીપ વધુ સ્વાદિષ્ટ બને છે, જ્યારે લીંબુનો રસ મેળવવાથી તેને તાજગીભરી ખટાશ મળે છે અને સાથે ઍવોકાડોના પલ્પનું રંગ જાળવી રાખે છે.

Guacamole, Mexican Avocado Dip recipe In Gujarati

ગ્વાકામોલ રેસીપી - Guacamole, Mexican Avocado Dip recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧.૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
ઍવોકાડો
૧/૪ કપ બી કાઢીને સ્લાઇસ કરેલા ટમેટા
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
નાચો ચીપ્સ્
કાર્યવાહી
    Method
  1. ઍવોકાડોના બે અડધીયા પાડી તેની મધ્યમાંથી તેના બી કાઢી તેનો અંદરનો ભાગ છુટો પાડી દો.
  2. આમ કર્યા પછી મિશ્રણને એક બાઉલમાં મૂકી તેને ફોર્ક (fork) વડે અથવા મૅશર વડે દબાવીને મસળી લો.
  3. તે પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી, સારી રીતે મિક્સ કરી રેફ્રિજરેટરમાં લગભગ ૧ કલાક રાખ્યા પછી નાચો ચીપ્સ્ સાથે ઠંડું પીરસો.

Reviews

ગ્વાકામોલ
 on 28 Aug 17 01:18 PM
5

GooD Recipes