કાળી દ્રાક્ષનું રાઈતું | Kale Angoor ka Raita

જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી કાળી દ્રાક્ષ અને જેરી લીધેલી દહીંથી બનાવવામાં આવતા આ રાઇતામાં ઉમેરવામાં આવેલા સંચળ, જીરા પાવડર અને મરચાં પાવડર તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે.

અહીં કાળી દ્રાક્ષની પસંદગી પાકી અને સજ્જડ હોય તેવી લેવી, જેથી તે રાઇતાને મીઠાશ આપે અને સાથે-સાથે સમારવામાં પણ સરળ રહે. યાદ રાખો કે આ રાઇતાને પીરસવાના સમય સુધી ફ્રીજમાં રહેવા દેવું, નહીં તો તેનો સ્વાદ બદલાઇ જશે અને ખટ્ટાશ પકડશે.

Kale Angoor ka Raita recipe In Gujarati

This recipe has been viewed 5734 times

Kale Angoor ka Raita - Read in English 


કાળી દ્રાક્ષનું રાઈતું - Kale Angoor ka Raita recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ સમારેલી કાળી દ્રાક્ષ
૧ ૧/૨ કપ જેરી લીધેલી દહીં
૧/૨ ટીસ્પૂન સંચળ
૧ ટીસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
  2. તેને રેફ્રીઝરેટરમાં લગભગ ૧ કલાક સુધી ઠંડું થવા મૂકો.
  3. ઠંડું પીરસો.

Reviews