કાશ્મીરી કાવ્હા ની રેસીપી | Kashmiri Kahwa, Kashmiri Tea

આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે.

આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે.

આમ આ ચહાનો એક કપ, આપણી શક્તિને ઉત્તેજિત કરવામાં અને તેની મધુર સુવાસ આપણને પ્રફુલિત અને આનંદીત કરવામાં કોઇ કસર છોડતી નથી.

બીજી વિવિધ પીણાંની રેસીપી પણ અજમાવો.

Kashmiri Kahwa, Kashmiri Tea recipe In Gujarati

This recipe has been viewed 5444 times



કાશ્મીરી કાવ્હા ની રેસીપી - Kashmiri Kahwa, Kashmiri Tea recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટે
૪ ટીસ્પૂન કાશ્મીરી લીલી ચહાની પત્તી
૧/૪ ટીસ્પૂન કેસરના રેષા
નાનો ટુકડો તજ
એલચી, સહજ ભુક્કો કરેલી
લવિંગ
૨ ટેબલસ્પૂન સાકર
૧/૪ કપ ઝીણી સમારેલી બદામ

સજાવવા માટે
થોડી કેસરના રેષા
કાર્યવાહી
કાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટે

    કાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટે
  1. એક નાના બાઉલમાં ૧ ટેબલસ્પૂન હુંફાળા ગરમ પાણીમાં કેસર મેળવીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. હવે એક સૉસ-પૅનમાં ૨ કપ પાણી ઉકાળી તેમાં તજ, એલચી, લવિંગ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર લગભગ ૩ થી ૪ મિનિટ સુધી ઉકાળી લો.
  3. હવે તાપને સહજ ઓછું કરી તેમાં તેમાં કાશ્મીરી લીલી ચહા મેળવી સારી રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  4. આમ તૈયાર થયેલી ચહાને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળી લો.
  5. આ મિશ્રણને એક સૉસ-પૅનમાં રેડી તેમાં કેસર-પાણીનું મિશ્રણ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી ફરી તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.
  6. કાશ્મીરી કાવ્હા તરત જ પીરસો.

Reviews