બ્રેડ પોહા ની રેસીપી | Bread Poha, Veg Bread Poha

પોહા કોને ન ભાવે? રોજના નાસ્તા માટે મહારાષ્ટ્રમાં તો પોહાનો ઉપયોગ સહજ છે અને આપણા દેશમાં લોકોને ભાવતા આ પોહા સવારના નાસ્તામાં આનંદથી ખવાય છે.

અહીં આ દરરોજ ખવાતી પોહાની વાનગીનો એક રૂપાંતર, બ્રેડના ટુકડા વડે તૈયાર કરવામાં આવ્યો છે. પારંપારિક વઘાર સાથે કાંદા, ટમેટા અને સિમલા મરચાં જેવા શાક અને વધુમાં તેમાં ગરમ મસાલો મેળવીને આ બ્રેડ પોહા તૈયાર કરવામાં આવ્યા છે.

આ ધરાઇને ખાઇ શકાય એવા બ્રેડ પોહા વયસ્ક અને નાના બાળકોને બન્નેને ગમે એવા છે. તે ઉપરાંત તે બનાવવામાં સરળ પણ છે અને તેમાં વપરાતી વસ્તુઓ પણ રોજના વપરાશની જ છે.

તેથી જ્યારે તમે ઘેર આવતા જ ભૂખ્યા હો તો તરત જ ફ્રીજમાં બ્રેડ પર નજર પડતા તમે બીજી કોઇ વાનગી બનાવવા કરતાં આ નાસ્તો જરૂર બનાવશો એટલું નક્કી સમજવાનું છે.

Bread Poha, Veg Bread Poha recipe In Gujarati

બ્રેડ પોહા ની રેસીપી - Bread Poha, Veg Bread Poha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બ્રેડ પોહા ની રેસીપી બનાવવા માટે
સ્લાઇસ બ્રેડ, નાના ટુકડા કરેલા
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
કડીપત્તા
૧/૨ કપ સમારેલા કાંદા
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ સમારેલા સિમલા મરચાં
૧/૨ ટીસ્પૂન હળદર
૩/૪ કપ સમારેલા ટમેટા
એક ચપટીભર ગરમ મસાલો
મીઠું, સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીંબુનો રસ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. બ્રેડ પોહા ની રેસીપી બનાવવા માટે, એક પહોળા ખુલ્લા પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં હળદર અને ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. છેલ્લે તેમાં બ્રેડના ટુકડા, મીઠું અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તાપ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  8. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews