લસણવાળી મઠ અને પાલકની ટીક્કી | Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki

લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે.

મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા. આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે.

બીજા પૌષ્ટિક નાસ્તા પણ અજમાવો જેમ સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ અને તવા ચણા .

Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki recipe In Gujarati

લસણવાળી મઠ અને પાલકની ટીક્કી - Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦ ટીક્કી માટે
મને બતાવો ટીક્કી

ઘટકો
૧ ટેબલસ્પૂન ઝીણુ સમારેલું લસણ
૨ કપ ફણગાવેલા મઠ
૧ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૨ ટીસ્પૂન લીંબૂનો રસ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૨ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા મટકી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેને ઠંડા પાડી મિક્સરમાં ફેરવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
  2. એક ઊંડા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે મટકીનું મિશ્રણ ત્થા થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગ વડે ૫૦ મી. મી. (૨") વ્યાસની પાતળી ગોળાકાર ટીક્કી તૈયાર કરો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
  5. તે પછી તેની પર દરેક ટીક્કીને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
  6. પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Nutrient values 

ઊર્જા
૪૬ કૅલરી
પ્રોટીન
૨.૩ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૫.૪ ગ્રામ
ચરબી
૧.૭ ગ્રામ
વિટામીન-એ
૩૯૩.૭ માઈક્રોગ્રામ
ફોલીક ઍસિડ
૮.૪ મીલીગ્રામ
લોહ
૦.૯ મીલીગ્રામ

Reviews