શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ | Schezuan Style Stir Fried Vegetables

અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમણવાની નથી પણ તેના ટુકડા કરવાના છે, જેથી તે બીજા શાક સાથે સરખી રીતે રંધાઇ જાય.

Schezuan Style Stir Fried Vegetables recipe In Gujarati

This recipe has been viewed 4475 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ - Schezuan Style Stir Fried Vegetables recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં અને કોબી સાથે ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ તથા પક ચોય મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં બાકી રહેલા બધા શાક અને શેઝવાન સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તરત જ પીરસો.

Reviews

શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્
 on 12 Aug 17 03:49 PM
5

Liked very much