મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી | Methi and Moong Sprouts Wrap

જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કારણકે તે શરીરમાં ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં મદદ કરે છે. મગમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડંટ(antioxidant) અને વિટામીન એ પણ હોય છે, જે તેની એક વધારાની ખાસિયત ગણી શકાય અને તે ડાયાબિટીસ ધરાવનારા માટે ખાસ ઉપયોગી પૂરવાર થયા છે. આમ આ મેથી અને મગના રૅપ્સ્ જ્યારે તમે રસોડામાં વધેલી રોટલીનો ઉપયોગ કરી બનાવશો, ત્યારે રોટલીનો સરસ ઉપયોગ થયો એમ ગણી શકો છો.

Methi and Moong Sprouts Wrap recipe In Gujarati

મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી - Methi and Moong Sprouts Wrap recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪રેપ્સ્ માટે
મને બતાવો રેપ્સ્

ઘટકો
ઘઉંની રોટલી , અર્ધ શેકેલી (દરેક રોટલી ૧૫૦ મી.મી. (૬”)ના ગોળાકારની)

મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે
૧ કપ ઝીણી સમારેલી મેથી
૧ કપ ફણગાવેલા અને બાફેલા મગ
૧ ટીસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીંબુનો રસ

લસણ અને કાંદાના સ્પ્રેડ માટે
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ લૉ-ફેટ ચક્કો દહીં
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
લસણ અને કાંદાના સ્પ્રેડ માટે

    લસણ અને કાંદાના સ્પ્રેડ માટે
  1. એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

મેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટે

    મેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મેથીના સમારેલા પાન મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ફણગાવેલા મગ, હળદર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. ૫. આમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલીને બન્ને બાજુએથી હલકી શેકી લો.
  2. આ રોટલીને સાફ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં મેથી અને મગનું પૂરણ મૂકો.
  3. હવે તેની પર લસણ-કાંદાનો સ્પ્રેડ સારી રીતે પાથરી લો અને રોટલીને સજ્જડ રીતે ગોળ વાળી લો.
  4. રીત ક્રમાંક ૧ થી ૩ મુજબ બીજા ૩ રૅપ પણ તૈયાર કરી લો.
  5. તરત જ પીરસો.

Reviews

મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી
 on 20 Jul 19 09:24 PM
5

excellant and good for health..
Tarla Dalal
23 Jul 19 10:37 AM
   Thanks for the feedback. Happy cooking.