મગની ભેલ ની રેસીપી | Moong Bhel

શું તમે વિચારો છો કે બાળકો રમત રમીને જ્યારે ઘરે ભૂખ્યા આવે ત્યારે તેમના માટે ક્યો નવીનતાભર્યો નાસ્તો તૈયાર કરવો છે? તો આ વાનગી છે તેનો જવાબ.

આ મજેદાર ભેલ કુરમુરા અને ફણગાવેલા મગ સાથે ટમેટા, કાંદા અને જાઈતા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવી છે. આ મગની ભેલ પુખ્ત વયના લોકો માટે પણ ઉત્તમ નાસ્તો છે. આ ભેલ જોઇતી શક્તિ અને જોમ આપે છે જેથી તમે દીવસભર સ્ફૂર્તિલા રહો.

Moong Bhel recipe In Gujarati

મગની ભેલ ની રેસીપી - Moong Bhel recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મગની ભેલ ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ બાફેલા ફણગાવેલા મગ
૨ કપ કુરમુરા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન ચાટ મસાલો
૨ ટીસ્પૂન લીંબૂનો રસ
મીઠું, સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. મગની ભેલ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી મેળવીને તેને સારી રીતે મિક્સ કરી લો.
  2. તરત જ પીરસો.

Reviews