રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | Ceylonese Curry with Rice Noodles

રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | ceylonese curry with rice noodles recipe in gujarati.

સેલોનીસ વાનગીઓમાં નાળિયેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ સેલોનીસ કરીમાં, બારક સમારેલા મિક્સ શાકભાજીને નાળિયેરના દૂધ માં રાંધવામાં આવે છે, અને ધણા બધા મસાલાઓ પણ ઉમેરવામાં છે.

રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી સાથે સંપૂર્ણ સેલોનીસના અનુભવ માટે સામબોલની ચટણી સાથે હોવી જોઈએ.

Ceylonese Curry with Rice Noodles recipe In Gujarati

રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી - Ceylonese Curry with Rice Noodles recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સેલોનીસ કરી માટે
૪ ૧/૨ કપ બાફેલા રાઇસ નૂડલ્સ્

સેલોનીસ કરી કરી માટે સામગ્રી
૧ ૧/૨ કપ નાળિયેરનું દૂધ
૧ ટીસ્પૂન કોર્નફ્લોર
૧/૨ ટીસ્પૂન મેથીના દાણા , ૧૦ મિનિટ સુધી પલાળીને ગાળી લો
૪ to ૫ કિલોગ્રામ કડી પત્તા
ચીરી પાડેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ધાણા પાવડર
૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર
૩/૪ કપ બારીક સમારેલા કાંદા
૧ કપ બારીક સમારેલા ટામેટાં
એક ચપટી હળદર
મીઠું , સ્વાદાનુસાર
કાળી મરી
તજના ટુકડા
૩/૪ કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (ગાજર , ફણસી , લીલા વટાણા)

મિક્સરમાં પીસી ને સામબોલ ચટણી બનાવવા માટે
૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર
૧/૨ કપ બારીક સમારેલા કાંદા
૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
સેલોનીસ કરી બનાવવા માટે

    સેલોનીસ કરી બનાવવા માટે
  1. સેલોનીસ કરી બનાવવા માટે, એક વાટકામાં નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને બરાબર થી મિક્સ કરો લો, જ્યાં સુધી એમાં કોઇ લમ્પ ન રહે.
  2. નારિયેળનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ એક કઢાઇમાં નાંખો, ૧ કપ પાણી ઉમેરીને બરાબર મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  3. તેમાં પલાળેલા મેથીનાં દાણા, કડી પત્તા, લીલા મરચાં, ધાણા પાવડર અને લાલ મરચું પાવડર નાંખી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. તેમાં કાંદા, ટામેટાં, હળદર, મીઠું, કાળી મરી અને તજ નાખી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાંધી લો.
  5. મિક્સ શાકભાજી ઉમેરી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  6. કરીને ૬ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. ૩/૪ કપ રાઇસ નૂડલ્સ્ ને વાટકામાં મૂકો, તેના ઉપર સેલોનીસ કરીનો ૧ ભાગ રેડો અને તેના પર થોડી સામબોલની ચટણી નાંખો.
  2. રીત ક્રમાંક ૧ પ્રમાણે ૫ વધુ ભાગોને પણ તૈયાર કરી લો.
  3. સેલોનીસ કરી તરત જ પીરસો.

Reviews