મગની દાળના ઢોકળા ની રેસીપી | Moong Dal Dhokla

ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે.

તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોકળાની ઉપર પાથરવામાં આવતું સુગંધી વઘાર અને તેની સાથે પીરસવામાં આવતી લીલી ચટણી આપણી જીભને અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે.

Moong Dal Dhokla recipe In Gujarati

મગની દાળના ઢોકળા ની રેસીપી - Moong Dal Dhokla recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મગની દાળના ઢોકળાના ખીરા માટે
૩/૪ કપ પલાળેલી મગની દાળ
લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટીસ્પૂન સાકર
એક ચપટીભર હીંગ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન દહીં
૧ ૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા

વઘાર માટે
તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન તલ
એક ચપટીભર હીંગ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. મગની દાળના ઢોકળા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં મગની દાળ અને લીલા મરચાંની સાથે થોડું પાણી મેળવી બરોબર મિક્સ કરી રેડી શકાય એવી નરમ પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું, સાકર, હીંગ, તેલ, હળદર, ચણાનો લોટ અને દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ખીરૂં તૈયાર કરો.
  3. જ્યારે ઢોકળા બાફવાનો સમય થાય, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો.
  4. આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી લો.
  5. હવે આ થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. બાજુ પર મૂકો.
  6. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  7. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  8. તે પછી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  9. આમ તૈયાર થયેલા વઘારને તૈયાર કરેલા ઢોકળા ઉપર રેડી સરખી રીતે પાથરી લો.
  10. તે પછી તેની પર કોથમીર અને નાળિયેરનું ખમણ સરખી રીતે છાંટી લો.
  11. ઢોકળાના ટુકડા પાડીને લીલી ચટણી સાથે પીરસો.

Reviews

મગની દાળના ઢોકળા ની રેસીપી
 on 07 Dec 22 11:49 PM
5

I will give this recipe our school students for healthy breakfast. It helps to my project...on nutrition
Tarla Dalal
14 Dec 22 10:36 AM
   Savitaben, thanks for the feedback.
મગની દાળના ઢોકળા ની રેસીપી
 on 20 Feb 21 12:26 PM
5

Tarla Dalal
22 Feb 21 10:27 AM
   Thank you for your feedback. Kindly review the recipes and articles you love.