મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | Mouri Paneer

મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | mouri paneer recipe in gujarati | with 26 amazing images.

વરિયાળી અને દૂધમાં રાંધેલું પનીર એકદમ સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળી શાક છે.

મૌરી પનીર એ એક લોકપ્રિય પૂર્વ ભારતીય શાક છે જે લૉ ફેટ પનીર ક્યુબ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા વટાણા સાથે બનાવવામાં આવ્યું છે. આ બંનેને કાંદા અથવા ટામેટાના આધારનો ઉપયોગ કર્યા વિના સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે. ઓછામાં ઓછા તેલમાં રાંધેલા પરાઠા સાથે તેનો આનંદ માણો.

મૌરી પનીર બનાવવા માટેની ટિપ્સ: ૧. આ રેસીપી બનાવવા માટે લૉ ફેટ દૂધનો ઉપયોગ કરો. ૨. તમે ફ્રોઝન લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. ૩. ખાતરી કરો કે તમે દૂધ ઉમેર્યા પછી તેને સતત હલાવશો નહીં, નહીં તો તે દહીં થઈ જશે.

Mouri Paneer recipe In Gujarati

મૌરી પનીર રેસીપી - Mouri Paneer recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મૌરી પનીર માટે
૧ કપ પનીરના ચોરસ ટુકડા
૧/૨ કપ લીલા વટાણા
૨ ટીસ્પૂન રાઇનું તેલ
૧ ટેબલસ્પૂન વરિયાળીનો પાવડર
૧/૨ ટેબલસ્પૂન વરિયાળી
તમાલપત્ર
૧ ૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ
ચીરી પાડેલાલીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ દૂધ

પીરસવા માટે
પરાઠા
કાર્યવાહી
મૌરી પનીર માટે

    મૌરી પનીર માટે
  1. મૌરી પનીર બનાવવા માટે, એક પેનમાં ૧ ટી-સ્પૂન રાઇનું તેલ ગરમ કરો, તેમાં પનીરના ટુકડા ઉમેરો અને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  2. પનીરના ટુકડાને એક બાઉલમાં પાણીમાં નાખી ૧૦ મિનિટ માટે એક બાજુ પર રાખો.
  3. એક નાના બાઉલમાં વરિયાળીનો પાવડર અને ૧ ટેબલ-સ્પૂન પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
  4. એક ઊંડા પેનમાં બાકીનું ૧ ટી-સ્પૂન રાઇનું તેલ ગરમ કરો, તેમાં વરિયાળી અને તમાલપત્ર ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. આદુની પેસ્ટ અને વરિયાળી-પાણીની પેસ્ટ, મીઠું અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. આ દરમિયાન પનીરના ટુકડાને પાણીમાંથી કાઢી લો અને બાજુ પર રાખો.
  7. તેમાં લીલા વટાણા, લીલા મરચાં અને પનીરના ટુકડા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  8. દૂધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. મૌરી પનીરને પરોઠા સાથે ગરમા ગરમ પીરસો.

Reviews