કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi

કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi in Gujarati | with 24 amazing images

મજેદાર સુગંધ ધરાવતી આ કારેલા નું શાકમાં તીવ્રતા ધરાવતા કાંદા તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા શેકેલા તલ અને આમચૂર પાવડરની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે.

આમ આ વસ્તુઓ વડે કારેલાની કડવાશને તમે ભૂલી જશો અને એક સૌમ્ય અને મોજ કરાવે એવી કાંદા અને કારેલા નું શાકનો સ્વાદ માણી શકશો.

કાંદા કારેલા નું શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

બીજા શાકના વ્યંજન પણ અજમાવો.

Onion and Karela Sabzi recipe In Gujarati

કાંદા અને કારેલાનો શાક ની રેસીપી - Onion and Karela Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટે
૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
૨ કપ પાતળી સ્લાઇસ કરીને બી કાઢી લીધેલા કારેલા
મીઠું, સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટેબલસ્પૂન સાકર
૧ ટીસ્પૂન આમચૂર
૧ ટેબલસ્પૂન શેકેલા તલ
કાર્યવાહી
કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટે

    કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં કારેલા અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. તે પછી કારેલાને દબાવી નીચોવીને તેમાંથી બધુ પાણી કાઢી રસોડાના ટુવાલ પર સંપૂર્ણ સૂકા થવા મૂકો.
  3. હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં કારેલા મેળવી સારી રીતે મિક્સ કરી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં હળદર, મરચાં પાવડર, સાકર, આમચૂર, તલ, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. કાંદા અને કારેલાનો શાક તરત જ પીરસો.

Reviews