પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce

પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | with 40 amazing images.

સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો.

Pasta in Red Sauce recipe In Gujarati

પાસ્તા ઇન રેડ સૉસ - Pasta in Red Sauce recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ સર્વિંગ માટે
મને બતાવો સર્વિંગ

ઘટકો
૧ ૧/૨ કપ રાંધેલી ફ્યુસિલી
૨ કપ અર્ધ ઉકાળીને બારીક સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
તમાલપત્ર
૬ to ૮ કાળા મરી
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૩ ટેબલસ્પૂન ટમેટાની પ્યુરી
૧/૨ કપ ટમૅટો કેચપ
૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧ ૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧/૨ ટીસ્પૂન સાકર (મરજિયાત)
૧/૪ કપ તાજું ક્રીમ

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ

પીરસવા માટે
ગાર્લિક બ્રેડ
કાર્યવાહી
    Method
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી, તેમાં તમાલપત્ર અને મરી મેળવી ૩૦ સેકંડ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.
  2. પછી તેમાં કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
  5. પછી તેમાં થી તમાલપત્ર કાઢી બાજુ પર રાખો.
  6. તે પછી તેમાં ટમેટા પ્યુરી, ટમૅટો કેચપ, ઑરેગાનો, લાલ મરચાંના ફ્લેક્સ્ અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  7. પછી તેમાં ક્રીમ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  8. તે પછી તેમાં ફ્યુસિલી ઉમેરી, હળવેથી હલાવીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સતત હલવાતા રહી રાંધી લો.
  9. છેલ્લે તેને તાજા ક્રીમ અને ચીઝ વડે સજાવીને ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. રીત ક્રમાંક ૫ માં તમે તમાલપત્ર સાથે મરીને પણ કાઢી શકો છો.

Reviews

પાસ્તા ઇન રેડ સૉસ
 on 24 Aug 17 12:30 PM
5

very tasty