ફૂદીના પરાઠા | Pudina Paratha, Mint Paratha

ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં પણ સાથે લઇ જઇ શકાય છે.

Pudina Paratha, Mint Paratha recipe In Gujarati

ફૂદીના પરાઠા - Pudina Paratha, Mint Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૧/૨ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન
૧ કપ ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન અજમો
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણું
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પ્રમાણે હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડો.
  3. એક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો અને ઉપરના ભાગ પર થોડું એકસરખું તેલ ચોપડો.
  4. હવે રોટીના બે વિરુદ્ધ છેડા વચ્ચેની તરફ વાળો, ધ્યાન રાખશો કે બન્ને બાજુ એકબીજા પર ન પડે. હવે બાકીના બે છેડા વચ્ચેની તરફ વાળો જેથી રોટીનો આકાર એક ચોરસ લિફાફા જેવો બને.
  5. હવે તેની પર ૧ ટેબલસ્પૂન ફૂદીનાના પાન ભભરાવી, ધીરેથી દબાવી લો જેથી પાન પરાઠાને ચોંટી જાય.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરાઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીના ૫ પરાઠા બનાવી લો.
  8. તાજા દહીં અને અથાણાં સાથે ગરમ પીરસો.

Reviews