કલાકંદ રેસીપી | ઇન્સ્ટન્ટ કલાકંદ | સોફ્ટ કલાકંદ બનાવાની પરફેક્ટ રીત | કલાકંદ બરફી ઘરે બનાવવાની રીત | Quick Kalakand

કલાકંદ રેસીપી | ઇન્સ્ટન્ટ કલાકંદ | સોફ્ટ કલાકંદ બનાવાની પરફેક્ટ રીત | કલાકંદ બરફી ઘરે બનાવવાની રીત | quick kalakand in Gujarati | with 18 amazing images.

કલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે. મૂળ એ ઉત્તર ભારતની વાનગી હોવા છતાં, આખા ભારતમાં જ નહીં પણ દુનીયામાં પણ એટલી જ પ્રખ્યાતી પામતી વાનગી રહી છે, તેનું એક જ કારણ છે - તેનો સ્વાદ. આ દૂધની મીઠાઇ જગતના કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે.

અહીં આ ઇન્સ્ટન્ટ કલાકંદનું જાદું તમે તમારા રસોડામાં બનાવીને જુઓ, જે બહુ ઓછા સમય અને ઓછી મહેનતે બને છે. આ ઝડપી વાનગીનો મૂળ રહસ્ય છે, તેમાં વપરાતી યોગ્ય સામગ્રીને યોગ્ય પ્રમાણમાં લઇ અને યોગ્ય સમય માટે રાંધવું. જો કે તમારે તેને સૅટ થવા માટે થોડા કલાક આપવા જરૂરી છે.

વધુમાં કલાકંદને સૅટ થવા માટે જે થાળીનો ઉપયોગ કરો તે થોડી ઊંડી એટલે કે ઢોકળા બનાવવામાં વપરાતી હોય એવી હોવી જોઇએ, કારણકે કલાકંદને જાડા નાના ટુકડામાં પીરસવામાં આવે છે, નહીં કે બરફીની જેમ સપાટ ટુકડાઓમાં.

Quick Kalakand recipe In Gujarati

ક્વીક કલાકંદ રેસીપી - Quick Kalakand recipe in Gujarati

જામવાનો સમય:  ૩ કલાક   તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૫ ટુકડાઓ માટે
મને બતાવો ટુકડાઓ

ઘટકો
૨ ૧/૪ કપ ખમણેલું તાજું પનીર
૧ ૧/૨ કપ દૂધનો પાવડર
૧ ૧/૨ કપ તાજું ક્રીમ
૩/૪ કપ સાકર
૧/૨ ટીસ્પૂન એલચી પાવડર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં એલચીના પાવડર સીવાયની બાકીની બધી વસ્તુઓ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બનીને પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની બાજુઓ સાફ કરતા રાંધી લો.
  2. હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. તે પછી તેને પૅનમાંથી કાઢી તરત જ ૧૭૫ મી. મી. (૭”)વ્યાસની ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો.
  4. તે પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો જેથી બદામની કાતરી અને પિસ્તાની કાતરી તેની પર બહુ સારી રીતે ચીટકી જાય. તેને ઠંડું થવા બાજુ પર રાખો.
  5. જ્યારે તે ઠંડું થાય ત્યારે તેના ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ કલાકંદ જો રેફ્રીજરેટરમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજું રહેશે.

Reviews