સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | Soya Mutter Pulao

સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | soya mutter pulao recipe in gujarati | with 35 amazing images.

સોયા ચંક્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે અને તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે રાંધવા માટે ઝડપી છે ને સાથે માંસની સમાન પ્રોટીન ધરાવે છે. પુલાવ હંમેશા કોઈપણ ભોજનમાં આવકારદાયક ઉમેરો છે. પુલાવ ઘણીવાર એક સમયનું સંપૂર્ણ ભોજન બની શકે છે.

તેમાં સોયા ચંક્સ અને લીલા વટાણાનું રસપ્રદ સંયોજન છે, જે દેખાવ, સ્વાદ અને ટેક્સચરમાં પણ એકબીજાથી વિપરીત છે. જ્યારે ભારતીય સોયા ચંક્સ વટાણા પુલાવ મસાલાની પ્રમાણભૂત ભાત ધરાવે છે, ત્યારે તેમાં ફુદીનાનો વધારાનો ફાયદો પણ છે, જે આ શાનદાર ભોજનમાં મિન્ટી સ્વાદ ઉમેરે છે.

Soya Mutter Pulao recipe In Gujarati

સોયા મટર પુલાવ રેસીપી - Soya Mutter Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સોયા મટર પુલાવ
૧ ૧/૨ કપ સોયા ચંક્સ
૧/૨ કપ લીલા વટાણા
૧ ૧/૨ કપ બાસમતી ચોખા , ૩૦ મિનિટ માટે પલાળીને પાણી કાઢી નાખો
૨ ટેબલસ્પૂન તેલ
ટુકડો તજ
લવિંગ
તમાલપત્ર
એલચી
૧/૨ ટીસ્પૂન જીરું
૧ ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
૧ કપ સ્લાઇસ કરેલા કાંદા
સ્લાઇસ કરેલા લીલા મરચાં
૧ કપ સમારેલા ટામેટાં
૧/૪ કપ દહીં
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૨ ટીસ્પૂન જીરું પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટેબલસ્પૂન બિરયાની મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ફુદીનાના પાન
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
સોયા મટર પુલાવ

    સોયા મટર પુલાવ
  1. સોયા મટર પુલાવ બનાવવા માટે, સોયા ચંક્સને પૂરતા ગરમ પાણીમાં ૧૦ થી ૧૨ મિનિટ માટે પલાળી રાખો.
  2. સોયા ચંક્સમાંથી પાણી નિચોવીને એક બાજુ પર રાખો.
  3. એક ઊંડા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, એલચી અને જીરું ઉમેરો.
  4. જ્યારે જીરું તતડવા માંડે, ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
  5. તેમાં લીલાં મરચાં અને ટામેટાં નાંખીને એક મિનિટ સુધી સાંતળી લો.
  6. તેમાં દહીં, હળદર, લાલ મરચાંનો પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર અને બિરયાની મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  7. તેમાં લીલા વટાણા, પલાળી નિચવેલા સોયા ચંક્સ અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. પલાળેલા ચોખા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઢાંકણથી ઢાંકીને ૧૦ થી ૧૨ મિનિટ સુધી રાંધી લો.
  9. ગેસ બંધ કરો, ફુદીનાના પાન અને કોથમીર ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો અને ચપટા ચમચાનો ઉપયોગ કરીને ચોખાના દરેક દાણાને હળવા હાથે અલગ કરો.
  10. ઢાંકણ વડે ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  11. તમારી પસંદગીના રાયતા સાથે ગરમા-ગરમ પીરસો.

Reviews