રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa

રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | with 13 amazing images.

એક અદ્ભુત ઝડપી ભારતીય મીઠાઈ, રવા શીરા મિનિટમાં તૈયાર કરી શકાય છે. તેને વધુ અગાઉથી તૈયારીની જરૂર પણ હોતી નથી, અને ટૂંક સમયમાં પણ તેને બનાવી શકાય છે. સુજી કા હલવા પરંપરાગત છે, છતાં તેની સરળતામાં આધુનિક છે, જે આપણને સંપૂર્ણ આનંદ આપે છે.

સોજીનો શીરાને ઘીમાં રાવાને શેકીને બનાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં દૂધ, પાણી, સાકર અને બદામ ઉમેરીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી રાંધવામાં આવે છે.

રવા શીરા રેસીપી પુરી અને ચણા સાથે પરંપરાગત અને આનંદકારક સંયોજન બનાવે છે.

Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa recipe In Gujarati

This recipe has been viewed 9140 times

रवा शीरा रेसिपी | सूजी का हलवा | सूजी हलवा बनाने की विधि | - हिन्दी में पढ़ें - Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa In Hindi 


રવાનો શીરો રેસીપી - Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

રવા શીરા માટે
૧ કપ રવો
૧/૨ કપ ઘી
૧/૨ કપ ગરમ દૂધ
૧ કપ સાકર
૧ ટેબલસ્પૂન સમારેલી કિસમિસ
૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧ ટીસ્પૂન એલચીનો પાવડર

સજાવવા માટે
૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર
૧ ટેબલસ્પૂન કિસમિસ
૧/૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
કાર્યવાહી
રવા શીરા બનાવવા માટે

    રવા શીરા બનાવવા માટે
  1. રવા શીરા બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં રવો નાંખો અને ધીમી તાપ પર ૬ થી ૮ મિનિટ થોડા-થોડા સમયે હલાવતા રહી સાંતળી લો.
  2. દૂધ, ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  3. તેમાં સાકર, કિસમિસ અને કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ધીમી તાપ પર લગભગ ૧૦ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  4. ઈલાયચી પાવડર નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  5. રવા શીરાને ઇલાયચી પાવડર, કિસમિસ અને કાજુ વડે સજાવીને તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે રવાનો શીરો રેસીપી

અન્ય ભારતીય ડેઝર્ટ રેસિપિ

  1. અમારી વેબસાઇટ પર એક વિશાળ સંગ્રહ ભારતીય ડેઝર્ટ રેસિપિઓનો છે. તો રવાનો શીરો રેસીપી | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | સિવાય તમે અન્ય શીરા / હલવા રેસિપિ પણ અજમાવી શકો છો:

રવાનો શીરો / સુજી કા હલવા

  1. રવાનો શીરો બનાવવા માટે | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | એક ખુલ્લું નૉન-સ્ટીક પૅન લો અને તેમાં ઘી નાખો. ઘી ગરમ થવા દો.
  2. રવો ઉમેરો.
  3. ધીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૬ થી ૮ મિનિટ માટે અથવા ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગ ન થાય ત્યાં સુધી અથવા તમને રવાની સુગંધ ન આવે ત્યાં સુધી સાંતળી લો. સૂજીને બળી જતા અટકાવવા માટે તેને ધીમા તાપ પર જ સાંતળ જો.
  4. હવે તેમાં દૂધ નાખો. ગરમ દૂધનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે રવાને ઝડપથી રાંધવામાં મદદ કરશે.
  5. ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો. આ પ્રવાહી રવાને યોગ્ય રીતે રાંધવામાં મદદ કરશે.
  6. સારી રીતે મિક્સ કરી દો અને ધીમી તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  7. હવે તેમાં સાકર નાખો. તમે તમારી ઇચ્છિત મીઠાશના સ્તર સુધી સાકરની માત્રામાં ઘટાડો અથવા વધારો કરી શકો છો.
  8. સમારેલી કિસમિસ અને કાજુ ઉમેરો. તમે બદામ, પિસ્તા, અખરોટ વગેરે જેવા અન્ય ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો.
  9. સારી રીતે મિક્સ કરી દો જેથી બધી સામગ્રી રવા શીરામાં સમાવિષ્ટ થઈ જાય.
  10. ઢાંકી ને ધીમી તાપ પર લગભગ ૧૦ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો. તે થોડો વધુ કે ઓછો સમય લેશે કારણ કે તે રવાની ગુણવત્તા અને તે તાપ પર પણ આધાર રાખે છે.
  11. ઈલાયચી પાવડર નાખો. તમે તમારા રવા શીરાને કેસરથી પણ સુગંધિત કરી શકો છો. લગભગ ૧ ટેબલસ્પૂન ગરમ દૂધમાં કેસર પલાળી દો અને તેને દૂધની સાથે તમારા શીરામાં ઉમેરો.
  12. રવાનો શીરોને | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  13. તમારો રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | હવે પીરસવા માટે તૈયાર છે. ઈલાયચી પાવડર, કિસમિસ અને કાજુ અથવા કોઈપણ અન્ય ડ્રાયફ્રૂટ્સ સાથે સજાવીને પીરસો.

Reviews