પંચમેળ ખીચડી | Vegetable Panchmel Khichdi

આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.

Vegetable Panchmel Khichdi recipe In Gujarati

પંચમેળ ખીચડી - Vegetable Panchmel Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય:  ૧૫ મિનિટ   કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ બાસમતી ચોખા
૧ ટેબલસ્પૂન મસૂરની દાળ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ ટેબલસ્પૂન પીળી મગની દાળ
૧ ટેબલસ્પૂન તુવરની દાળ
૨ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
કાંદાના ટુકડા
૧/૨ કપ કોબીના ટુકડા
૩/૪ કપ ફૂલકોબીના ફૂલ
૧/૨ કપ બટાટાના ટુકડા
૧/૨ કપ લીલા વટાણા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ કપ સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
તાજું દહીં
પાપડ
કાર્યવાહી
    Method
  1. બધી દાળ અને ચોખા સાફ કરી, ધોઇને એક ઊંડા બાઉલમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને આદૂ મેળવી ૧ મિનિટ મધ્યમ તાપ પર સાંતળી લો.
  4. તે પછી તેમાં કાંદા મેળવી વધુ ૧ મિનિટ સાંતળી લો.
  5. તે પછી તેમાં કોબી, ફૂલકોબી, બટાટા અને લીલા વટાણા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. છેલ્લે તેમાં મરચાં પાવડર, હળદર, ધાણા-જીરા પાવડર, ટમેટા, ચોખા, દાળ, મીઠું અને ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  7. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  8. તાજા દહીં અને પાપડ સાથે ગરમ ગરમ પીરસો.

Reviews