You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > આલુ મેથીના પરોઠા આલુ મેથીના પરોઠા | Aloo Methi Parathas તરલા દલાલ આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે છે ત્યારે તેમાંથી તેની કડવાશ જતી રહે છે પણ તેમાં રહેલી સુગંધ જળવાઇ રહે છે, આમ આ પરોઠામાં પણ મેથીની સુગંધ પરોઠાને મુખ્ય જમણમાં પીરસી શકાય એવા બનાવે છે જે બધાને ગમી જાય એવા તૈયાર થાય છે. Post A comment 26 Nov 2024 This recipe has been viewed 10833 times आलू मेथी पराठा | पंजाबी आलू मेथी पराठा रेसिपी | मेथी आलू पराठा | - हिन्दी में पढ़ें - Aloo Methi Parathas In Hindi aloo methi paratha recipe | Punjabi aloo methi paratha | stuffed aloo methi paratha | aloo ka paratha | - Read in English Aloo Methi Paratha Video by Tarla Dalal આલુ મેથીના પરોઠા - Aloo Methi Parathas recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼રવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનપરોઠાસ્ટફ્ડ પરોઠા તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૫ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો કણિક માટે૧ કપ ઘઉંનો લોટ૧ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારબટાટા-મેથીના પૂરણ માટે૧ ૧/૪ કપ બાફીને છૂંદેલા બટાટા૧ કપ ઝીણી સમારેલી મેથી૨ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂં૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૧/૨ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન ધાણા પાવડર૧ ટીસ્પૂન ચાટ મસાલો મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ ઘઉંનો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટેપીરસવા માટે તાજું દહીં અથાણું કાર્યવાહી કણિક માટેકણિક માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.બટાટા-મેથીના પૂરણ માટેબટાટા-મેથીના પૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.હવે આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતહવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.તે પછી તૈયાર કરેલા બટાટા-મેથીના પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી, તેની બાજુઓને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.તે પછી તેને ફરીથી વણીને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.દહીં અથવા અથાણાં સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન