You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર | Anti- Aging Breakfast Platter તરલા દલાલ તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગંધ સાથે તેને સરસ દેખાવ આપે છે. અહીં બધી સામગ્રી સંતુલિત પણ છે. ફળો વિટામીન અને ખાસ તો વિટામીન-સી અને ફાઇબર આપે છે, જે શરીરમાં વૃધ્ધત્વની ક્રિયાને ધીમી કરે છે જ્યારે પનીર અને ફણગાવેલા કઠોળ કેલ્શિયમ અને પ્રોટીન આપે છે. આ બન્ને શરીરને પૌષ્ટિક્તા આપી શરીરના સંચાલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ નાસ્તાની ડીશનો મજાનો ભાગ એ છે કે તે બનાવવામાં અતિ સરળ છે. તમારે તો ફ્રુટને સમારીને ગોઠવવાના જ છે. આમ બધી વસ્તુઓ કુશળતાપૂર્વક વિચારીને મજાની લાગે એવી પસંદ કરી છે. કલીંગરના ગોઠવેલા ટુકડા, લીલી દ્રાક્ષની ગોઠવણી મજાનો શણગાર બનાવે છે, તો આરોગો આ મજેદાર પ્લેટર! Post A comment 02 Dec 2024 This recipe has been viewed 7976 times एंटी एजिंग ब्रेकफास्ट फूड रेसिपी | स्वस्थ स्वस्थ त्वचा के लिए सुबह का नाश्ता | शाकाहारी स्वस्थ ब्रेकफास्ट फूड | हेल्दी सुबह का नाश्ता क्या है - हिन्दी में पढ़ें - Anti- Aging Breakfast Platter In Hindi anti aging breakfast platter recipe | healthy breakfast platter idea | vegetarian Indian breakfast platter for healthy skin | healthy breakfast board | - Read in English એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર - Anti- Aging Breakfast Platter recipe in Gujarati Tags ભારતીય વ્યંજનલો કેલેરી બ્રેકફાસ્ટ રેસિપીજૈન બ્રેકફાસ્ટઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપીપૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપીઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપીએન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૧માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ ટેબલસ્પૂન ફણગાવેલા મગ૧/૪ કપ લૉ ફેટ પનીર૧/૪ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન જીરા પાવડર૧/૪ ટીસ્પૂન સિંધવ મીઠું૬ સંતરાની ચીરીઓ૧/૨ કપ તરબૂચના ગોળ ટુકડાઓ૧/૪ કપ લીલી દ્રાક્ષ૨ ખજૂર૪ અખરોટ૫ બદામ કાર્યવાહી Methodએક બાઉલમાં ફણગાવેલા મગ, પનીર, મરચાં પાવડર, જીરૂ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે બધી વસ્તુઓ એક પ્લેટમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન