કેળાનું પોંગલ | Banana Pongal, Sweet South Indian Banana Porridge

દક્ષિણ ભારતીય પારંપારીક સરભરા કરવાની વાનગીઓમાંની આ એક એવી વાનગી છે જે મોટા ભાગે ધાર્મિક કાર્યક્રમોમાં અને ખાસ તો પાકની કાપણીના સંક્રાતના સમયે ઉજવણી પ્રસંગે બનાવવામાં આવે છે.

આ કેળાનું પોંગલ જે ખીચડી જેવી મીઠી વાનગી છે, તેમાં સુગંધી ગોળના મિશ્રણ સાથે રાંધેલા ભાત સાથે દાળ મેળવીને તૈયાર કરીને ટુકડા કરેલા કેળા વડે સજાવીને પીરસવામાં આવે છે. તેમાં વિવિધ મસાલા મેળવી તેને તીવ્ર સુગંધયુક્ત બનાવવામાં આવે છે. તેમાં વિવિધતા લાવવા માટે તમે તેમાં વઘાર તૈયાર કરતી વખતે લવિંગનો ભુક્કો ઉમેરી તેને મસાલેદાર સ્વાદ આપી શકો છો. આ મીઠા પોંગલમાં પીગળાવેલા ઘીનો ઉપયોગ કરવો જેથી તેની સુગંધ અને સુવાસમાં અસાધારણ વધારો થાય.

પારંપારીક ભારતીય મીઠાઇના બીજા વ્યંજન પણ અજમાવો જેમ પાલ પાયસમ અને ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી.

Banana Pongal, Sweet South Indian Banana Porridge recipe In Gujarati

This recipe has been viewed 6832 times



કેળાનું પોંગલ - Banana Pongal, Sweet South Indian Banana Porridge recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ સમારેલા કેળા
૧/૪ કપ પીળી મગની દાળ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા
૧ કપ દૂધ
૨ કપ સમારેલો ગોળ
૨ ટેબલસ્પૂન ઘી
૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૨ ટેબલસ્પૂન કીસમીસ
૧ ટીસ્પૂન એલચી પાવડર
૧/૪ ટીસ્પૂન જાયફળ પાવડર
થોડા કેસરના રેસા

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં બન્ને દાળને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સૂકી શેકી લો.
  2. આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને ૨ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં ૬ સીટી સુધી બાફી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો, તે પછી મિશ્રણને બાજુ પર રાખો.
  4. બીજા એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ગોળ અને ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી રાંધેલા ચોખા-દાળનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી વધુ ૪ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
  6. હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં કાજૂ અને કીસમીસ ઉમેરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  7. આમ તૈયાર કરેલા વઘારને ગોળ-ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગળાવેલું ઘી રેડી તરત જ પીરસો.

Reviews