બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી | Burrata Cheese and Garlic Crostini

હર્બસ્ થી ભરપૂર, ગાર્લિકી અને ચીઝી, એવી છે આ ક્રોસ્ટીની. ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન એવા ફ્રેન્ચ બ્રેડ પર જેતૂનનું તેલ લગાડી ઉપર મસ્ત લોભામણું ચીઝનું સંયોજન, લસણ અને હર્બસ્ પાથરી લીધા પછી તેમાં વધુ તીખાશ માટે લાલ મરચાંના ફ્લેક્સ્ છાંટીને તૈયાર થતી આ ક્રોસ્ટીની અદભૂત જ છે.

આ બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની મજાનું એક નાસ્તાની વાનગી છે જે મોઢામાં મૂક્તા પહેલા જ તમારી ભૂખને ઉશ્કેરી દેશે.

Burrata Cheese and Garlic Crostini recipe In Gujarati

This recipe has been viewed 3335 times



બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી - Burrata Cheese and Garlic Crostini recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૧૦ થી ૧૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮ ક્રોસ્ટીની માટે
મને બતાવો ક્રોસ્ટીની

ઘટકો

બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે
૮ ટીસ્પૂન બુરાતા ચીઝ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
ફ્રેન્ચ બ્રેડની સ્લાઇસ
૨ ટીસ્પૂન જેતૂનનું તેલ , ચોપડવા માટે
૧ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૧ ટીસ્પૂન આખું મીઠું (sea salt)
કાર્યવાહી
    Method
  1. બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે, ફ્રેન્ચ બ્રેડની દરેક સ્લાઇસ બેકીંગ ટ્રે પર ગોઠવી, દરેક સ્લાઇસ પર ૧/૪ ટીસ્પૂન જેતૂનનું તેલ ચોપડી લો.
  2. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર બધી બ્રેડની સ્લાઇસને ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રેડ હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લીધા પછી બ્રેડને સહેજ ઠંડા થવા દો.
  3. તે પછી તેની પર ૧ ટીસ્પૂન બુરાતા ચીઝ સરખા પ્રમાણમાં પાથરી લો.
  4. આમ કર્યા પછી તેની પર ૧/૮ ટીસ્પૂન લસણ, ૧/૮ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્, ૧/૮ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને ૧/૮ ટીસ્પૂન આખું મીઠું સરખા પ્રમાણમાં દરેક ક્રોસ્ટીની પર પાથરી લો.
  5. તરત જ પીરસો.

Reviews