કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા | Corn and Cheese Quesadillas ( Mexican)

આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવે છે. વધુમાં તેમાં મેળવેલા શાક વડે બનાવેલું પૂરણ તેને કરકરા બનાવે છે. આ કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા તૈયાર કરીને તરત જ પીરસસો જેથી તમે તેનો સ્વાદ અને સંરચના આનંદથી માણી શકો.

Corn and Cheese Quesadillas ( Mexican) recipe In Gujarati

This recipe has been viewed 5023 times



કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા - Corn and Cheese Quesadillas ( Mexican) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮કસાડીયા માટે
મને બતાવો કસાડીયા

ઘટકો

ટોર્ટીલા માટે
૧ કપ મેંદો
૧/૨ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૧ કપ બાફીને અર્ધકચરા કરેલા પીળી મકાઇના દાણા
૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૩/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં (લાલ , પીળા અને લીલા)
૧/૪ કપ બી કાઢીને ઝીણા સમારેલા ટમેટા
૨ ટીસ્પૂન સૂકા લાલ ચીલી ફ્લૅક્સ્
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
ટોર્ટીલા માટે

    ટોર્ટીલા માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકને ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
  3. કણિકના દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં ઘઉં લોટની મદદથી વણી લો.
  4. હવે વણેલા ટોર્ટીલાના અડધા ભાગમાં પૂરણનો એક ભાગ મૂકીને બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર બનાવી તેની કીનારીઓ હલકા હાથે દબાવીને ટોર્ટીલા બંધ કરી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી કસાડીયા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  6. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બીજા ૭ કસાડીયા તૈયાર કરો.
  7. તરત જ પીરસો.

Reviews