You are here: Home > વિવિધ વ્યંજન > મેક્સીકન વ્યંજન > મેક્સીકન મુખ્ય ભોજન > કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | Corn Enchiladas તરલા દલાલ કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | with 32 images.કોર્ન એન્ચીલાડા એક પ્રખ્યાત મેક્સિકન વાનગી છે, જેમાં નરમ અને મજેદાર પૅનકેકની વચ્ચે કોર્ન અને અન્ય ભાજીવાળા વાઇટ સૉસનું મિશ્રણ ભરવામાં આવે છે. આ ઉપરાંત ઉપરથી ટમેટાનું સૉસ, કાંદા, લીલા કાંદા અને ખમણેલું ચીઝ મેળવ્યા પછી આ કોર્ન એન્ચીલાડા બેક કરવા તૈયાર થાય છે. ચીઝનું થર તેને મલાઇદાર રૂપ આપશે, જે તમને એવું સ્વાદિષ્ટ લાગશે કે તમે ખાઇને તૃપ્ત થઇ જશો. આમ તો કોર્ન એન્ચીલાડા કોઇપણ અન્ય વાનગી વગર પણ ખાઇ શકાય એવા છે, છતાં તમે તેની સાથે ટમેટા, કોબી અને બીનનું સુપ અથવા મેક્સિકન રાઇસ પીરસીને સંપૂર્ણ જમણનો અહેસાસ પણ મેળવી શકો છો. Post A comment 06 Oct 2020 This recipe has been viewed 6077 times एन्चिलाडाज़ रेसिपी | कॉर्न एन्चिलाडाज़ | मैक्सिकन एन्चिलाडाज़ | एन्चिलाडाज - हिन्दी में पढ़ें - Corn Enchiladas In Hindi Corn Enchiladas - Read in English Corn Enchiladas Video કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | - Corn Enchiladas recipe in Gujarati Tags મેક્સીકન મુખ્ય ભોજનરક્ષાબંધન રેસીપીશિક્ષક દીનઓવન ઇન્ડિયન રેસિપિ | ઓવન શાકાહારી રેસિપિ |ભારતીય, મેક્સીકન, લેબેનીઝ રેસિપિ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૫૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પૅનકેક માટે૧/૨ કપ મેંદો મીઠું , સ્વાદાનુસાર પીગળાવેલું માખણ , રાંધવા માટેકોર્નના પૂરણ માટે૧ કપ બાફેલા મીઠી મકાઇના દાણા૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફલેકસ્૧ કપ ઘટ્ટ સફેદ સૉસ મીઠું , સ્વાદાનુસારટમેટાના સૉસ માટે૨ કપ સમારેલા ટમેટા૧/૨ કપ સમારેલા કાંદા૧ ટેબલસ્પૂન સમારેલું લસણ૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફલેકસ્૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ બન્ને)૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન સાકરબીજી જરૂરી વસ્તુ૬ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝટોપીંગ માટે૧/૨ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ કાર્યવાહી પૅનકેક માટેપૅનકેક માટેએક ઊંડા બાઉલમાં મેંદો, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે જેરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.એક ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકાર પૅનમાં પીગળાવેલું માખણ ચોપડી લો.તે પછી તેમાં એક ચમચા જેટલું ખીરૂ રેડી, પૅનને ઝડપથી એક બાજુએથી નમાવી લો જેથી ખીરૂ પૅનમાં સરખી માત્રામાં પથરાઇ જાય.હવે જ્યારે પૅનકેકની બાજુઓ ઉખડી જવા માંડે, ત્યારે પૅનકેકને ઉથલાવી તેની બીજી બાજુની કીનારી પર થોડું માખણ રેડીને ૩૦ સેકંડ સુધી રાંધી લો.રીત ક્રમાંક ૨ થી ૪ મુજબ વધુ ૫ પૅનકેક તૈયાર કરો.કોર્નનું પૂરણ તૈયાર કરવા માટેકોર્નનું પૂરણ તૈયાર કરવા માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી સિમલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં સૂકા લાલ મરચાંના ફ્લેકસ્ તથા મકાઇ ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં સફેદ સૉસ તથા થોડું મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આમ તૈયાર થયેલા પૂરણને બાજુ પર રાખો.ટમેટાના સૉસ માટેટમેટાના સૉસ માટેમિક્સરની જારમાં ટમેટા, કાંદા અને લસણ મેળવીને થોડું પણ પાણી ઉમેર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા કાંદાનો સફેદ તથા લીલો ભાગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓની સાથે તૈયાર કરેલી ટમેટા-કાંદાની પેસ્ટ ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજું પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.હવે તૈયાર કરેલા ૧ પૅનકેકને સાફ અને સૂકી જગ્યા પર રાખી તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની પર ૧ ટેબલસ્પૂન ચીઝ સરખી રીતે છાંટી, પૅનકેકની એક બાજુએથી શરૂ કરી બીજી બાજુ સુધી વાળીને ગોળ રોલ બનાવો.રીત ક્રમાંક ૨ મુજબ બીજા ૫ પૅનકેક તૈયાર કરો.હવે બેકિંગ ડીશમાં ૧/૪ કપ તૈયાર કરેલું ટમેટાનું સૉસ સરખી રીતે પાથરી તેની પર તૈયાર કરેલા પૅનકેક ગોઠવી લો.તે પછી તેની પર બાકી રહેલું ટમેટાનું સૉસ સરખી રીતે રેડી લો. છેલ્લે તેની પર ચીઝ છાંટી લો.આગળથી ગરમ કરેલા ઑવનમાં આ બેકિંગ ડીશ મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન