You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ખીચડી / ભાત રેસીપી > દહીંવાળી મગની દાળની ખીચડી દહીંવાળી મગની દાળની ખીચડી | Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi તરલા દલાલ જો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી? તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે. ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને છે જે સૌને ગમી જશે. ખાટ્ટામીઠા કાંદા-ટમેટાના કચુંબર સાથે જ્યારે આ ખીચડી પીરસવામાં આવે ત્યારે તમારું તાજગીભર્યું જમણ તૈયાર થઇ ગયું સમજો. Post A comment 13 Oct 2021 This recipe has been viewed 6989 times दहीवाली मूंग दाल खिचड़ी रेसिपी | तड़केवाली दही खिचड़ी | दही मसाला खिचड़ी - हिन्दी में पढ़ें - Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi In Hindi dahiwali moong dal khichdi recipe | curd yellow moong dal khichdi | tadkewali dahi khichdi | - Read in English દહીંવાળી મગની દાળની ખીચડી - Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi recipe in Gujarati Tags ગુજરાતી ખીચડી / ભાત રેસીપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીપ્રેશર કૂકરમાં બનતા ભાતની રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઝટ-પટ પૌષ્ટિક લંચ ઝટપટ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩/૪ કપ ઘટ્ટ દહીં૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી૧ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧ ટેબલસ્પૂન ઘી૧ ટીસ્પૂન જીરૂ૫ કડી પત્તામિક્સ કરીને કાંદા અને ટમેટાનું કચુંબર તૈયાર કરવા માટે૧ કપ ઝીણા સમારેલા કાંદા૧ કપ ઝીણા સમારેલા ટમેટા૧ ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર૨ ટીસ્પૂન સાકર૨ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં ચોખા, પીળી મગની દાળ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.એક ઊંડા બાઉલમાં દહીં, લીલા મરચાંની પેસ્ટ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં ચોખા અને મગની દાળનું મિશ્રણ ઉમેરીને તેને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને કડી પત્તા મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ભાત-મગની દાળ-દહીંનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કાંદા અને ટમેટાના કચુંબર સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન