You are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન બ્રેડ > ફોકાસીયા બ્રેડ ફોકાસીયા બ્રેડ | Focaccia Bread, Homemade Italian Soft Bread તરલા દલાલ ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર માખણ અથવા જેતૂનનું તેલ ચોપડીને ગરમા-ગરમ સૂપ અથવા પાસ્તા સાથે પીરસસો, ત્યારે જુઓ કેવો ફર્સ્ટ ક્લાસ જમણનો આંનદ માણવા મળે છે. આ વાનગીમાં જેતૂનના તેલની માત્રા ઓછી ન કરવી નહીં તો બ્રેડ સારા નહીં બને. Post A comment 28 Sep 2018 This recipe has been viewed 4011 times Focaccia Bread, Homemade Italian Soft Bread - Read in English ફોકાસીયા બ્રેડ - Focaccia Bread, Homemade Italian Soft Bread recipe in Gujarati Tags ઇટાલિયન બ્રેડ સવારના નાસ્તા સેંડવીચબ્રેડઇટાલીયન પાર્ટીના વ્યંજનવેસ્ટર્ન પાર્ટીઓવન ઇન્ડિયન રેસિપિ | ઓવન શાકાહારી રેસિપિ | તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૨૦૦˚ સે (૪૦૦˚ ફે)   બેકિંગનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૫ મિનિટ    ૧મોટો લોફ માટે ઘટકો ૨ કપ મેંદો૧૪ ટીસ્પૂન જેતૂનનું તેલ૨ ટીસ્પૂન ઇનસ્ટંટ સૂકું ખમીર૧ ટીસ્પૂન સાકર૧/૨ ટીસ્પૂન સૂકી રોઝમેરી૨ ટેબલસ્પૂન સ્લાઇસ કરેલા કાળા જેતૂન૧ ટીસ્પૂન આખું મીઠું કાર્યવાહી Methodએક નાના બાઉલમાં સૂકું ખમીર, સાકર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખી મૂકો.બીજા એક પહોળા ખુલ્લા બાલઉમાં મેંદો, ૬ ટીસ્પૂન જેતૂનનું તેલ, ખમીર-સાકરનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી હુંફાળા ગરમ પાણી વડે નરમ કણિક તૈયાર કરી લો.આ કણિકને એક સાફ સૂકી જગ્યા પર મૂકીને તેને હાથ વડે ગુંદીને એક સુંવાળું બોલ બનાવી લો.બીજા એક બાઉલમાં ૨ ટીસ્પૂન જેટલું જેતૂનનું તેલ ચોપડીને તૈયાર કરેલા કણિકના બોલને તેમાં મૂકી, બાઉલ પર ક્લીંગ રૅપ (cling wrap) વીંટાળી મજબૂત રીતે બંધ કરી લો.આ કણિકને હુંફાળી જગ્યા પર ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.તે પછી બાઉલ પરથી ક્લીંગ રૅપ કાઢી કણિકને ફરીથી સુંવાળી બને ત્યાં સુધી ગુંદી લો.હવે એક એલ્યુમિનિયમની ૨૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૧૦” x ૬”)ની ટ્રેમાં ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલી સુંવાળી કણિકને સારી રીતે પાથરી તેની પર તમારા હાથની આંગળિયો વડે ખાડા પાડી લો.હવે તેની પર ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ રેડી લો, તે પછી તેની પર રોઝમેરી, કાળા જેતૂન અને આખું મીઠું સરખા પ્રમાણમાં છાંટી હાથ વડે હલકી રીતે દબાવી દો.આ ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.ટ્રે ને બહાર કાઢીને બ્રેડ પર ૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ બ્રશ વડે સરખી રીતે ચોપડી લો.સહજ ઠંડું થયા પછી તેના ચોરસ ટુકડા અથવા તમને ગમતા આકારના ટુકડા પાડીને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન