ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | Fruit Raita, Healthy Mix Fruit Raita

ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images.

આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. એક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ રાઇતો જરૂર લેવાની આદત પાડો.

હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુમાં તમને કેલ્શિયમની સાથે સ્વાદનું સંયોજન પણ જોવા મળશે.

Fruit Raita, Healthy Mix Fruit Raita recipe In Gujarati

This recipe has been viewed 6865 times



તાજા ફળોનો રાઇતો ની રેસીપી - Fruit Raita, Healthy Mix Fruit Raita recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ફળો નું રાયતું માટે
૧ કપ સમારેલા સફરજન
૧ કપ સમારેલા અનાનસ
૧/૨ કપ દાડમ

મિક્સ કરીને ડ્રેસીંગ તૈયાર કરવા માટે
૧ ૧/૨ કપ દહીં , જેરી લીધેલી
૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન
૧ ટીસ્પૂન સંચળ
૧/૪ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ફળો નું રાયતું બનાવવા માટે

    ફળો નું રાયતું બનાવવા માટે
  1. ફળો નું રાયતું બનાવવા માટે, ડ્રેસિંગને મિક્સ કરો અને ઓછામાં ઓછા એક કલાક અથવા ઉપયોગ થાય ત્યાં સુધી રેફ્રિજરેટ કરો.
  2. પીરસતા પહેલા એક ઊંડા બાઉલમાં સફરજન, અનાનસ અને દાડમને ભેગું કરો.
  3. ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
  4. ફળોના રાયતાને પીરસો.

Reviews