You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બપોરના અલ્પાહાર > બપોરના અલ્પાહાર દાલ રેસીપી > ચોળાની ભાજી અને મસૂરની દાળ ચોળાની ભાજી અને મસૂરની દાળ | Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal તરલા દલાલ કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુષ્કળ લોહ અને વિટામીન-એ છે જે સગર્ભા મહીલાઓ માટે ઉત્તમ ગણાય છે. દાળમાં રહેલા વિટામીન-એ અને પ્રોટીન શરીરની ચામડીને અને આંખોને પૌષ્ટિક્તા આપે છે. જ્યારે લોહ તત્વ એનેમિયાથી દૂર રહેવા મદદરૂપ રહે છે. અહીં અમે તેમાં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે જેથી દાળ તો સ્વાદિષ્ટ બને છે ઉપરાંત તેમાં રહેલું વિટામીન-સી લોહ ને શોષી લેવામાં મદદ કરે છે. ભાત અથવા તમારી મનગમતી રોટી સાથે આનંદ માણો. Post A comment 07 Oct 2024 This recipe has been viewed 8958 times चवली मसूर दाल रेसिपी | चौलाई साग और दाल | स्वस्थ मसूर दाल के साथ चवली के पत्ते - हिन्दी में पढ़ें - Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal In Hindi chawli masoor dal recipe | amaranth leaves dal with lentil | Indian chaulai dal | - Read in English ચોળાની ભાજી અને મસૂરની દાળ - Healthy Chawli Masoor Dal, Indian Chaulai Dal recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી દાળ વાનગીઓ | પંજાબી કઢી વાનગીઓ |બાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપીસુંદર વાળ માટેનો આહારસ્વસ્થ આંખો માટે પોષક તત્વો, રેસીપીદાળ અને કઢી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ સમારેલા ચોળાના પાન૧/૨ કપ મસૂરની દાળ , ધોઇને નીતારી લીધેલી૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂ૧ ટીસ્પૂન લીંબુનો રસપીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૧/૪ કપ પાણી મેળવીને)૧ ટેબલસ્પૂન આખા ધાણા૧/૨ ટેબલસ્પૂન જીરૂ૧ ટીસ્પૂન સમારેલું લસણ૧ ટીસ્પૂન સમારેલું આદૂ૨ આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં મસૂરની દાળ, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ચોળાના પાન મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં રાંધેલી મસૂરની દાળ, તૈયાર કરેલી પેસ્ટ, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.હવે તાપ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો. Nutrient values એક સર્વિંગ માટેએર્નજી ૮૦ કૅલરીપ્રોટીન ૫.૧ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૧.૭ ગ્રામચરબી ૧.૫ ગ્રામફાઇબર ૨.૧ ગ્રામલોહ ૩.૨ મીલીગ્રામવિટામીન-એ ૫૭૭.૭ માઇક્રોગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન