You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ > હોમ-મેડ સિનેમન રોલ હોમ-મેડ સિનેમન રોલ | Homemade Cinnamon Rolls Recipe, Eggless તરલા દલાલ આ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અને તમે જરૂરથી આનંદીત થઇ જશો. આ લહેજતદાર સિનેમન રોલને ગરમા-ગરમ ચહા અથવા કોફી સાથે પીરસો. આવી જ બીજી બ્રેડની વાનગી બ્રેડ રોલ અથવા થાઇ કરી બ્રેડ રોલનો સ્વાદ પણ તમે માણી શકો છો. Post A comment 09 Jul 2023 This recipe has been viewed 10302 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD सिनेमन रोल रेसिपी | आसान घर का बना दालचीनी रोल | एगलेस सिनेमन रोल्स | घर पर बनाए दालचीनी रोल्स - हिन्दी में पढ़ें - Homemade Cinnamon Rolls Recipe, Eggless In Hindi eggless cinnamon rolls | Indian style cinnamon rolls recipe | how to make easy cinnamon rolls at home | - Read in English Homemade Cinnamon Rolls Video હોમ-મેડ સિનેમન રોલ - Homemade Cinnamon Rolls Recipe, Eggless in Gujarati Tags અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્મફિન્સ / ટી-કેકસ્મીઠા નાસ્તારોલ્સ્બેક્ડ મીઠાઈ રેસિપિરક્ષાબંધન રેસીપીક્રીસમસ્ વાનગીઓ તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   કુલ સમય : ૩૨ મિનિટ    ૧૩રોલ્સ માટે મને બતાવો રોલ્સ ઘટકો ૧ ૧/૨ ટીસ્પૂન ઈનસ્ટંટ સુંકુ ખમીર૨ ટીસ્પૂન સાકર૧/૪ કપ માખણ૧/૨ કપ દૂધ૧ ૧/૨ કપ મેંદો એક ચપટીભર મીઠું૧ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ , ચોપડવા માટેમિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૧/૨ કપ નરમ માખણ૨ ટીસ્પૂન તજનો પાવડર૧/૨ કપ બ્રાઉન સુગર કાર્યવાહી Methodએક બાઉલમાં ૨ ટેબલસ્પૂન હુંફાળા ગરમ પાણીમાં ખમીર અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.એક સૉસ-પૅનમાં માખણ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.હવે મેંદો, માખણ-દૂધનું મિશ્રણ, ખમીર અને સાકરનું મિશ્રણ અને મીઠું મેળવી જરાપણ પાણીનો ઉપયોગ ન કરતાં સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૧ કલાક સુધી બાજુ પર રાખો.તે પછી તેને ગુંદીને ૩૦૦ મી. મી. (૧૨”)ના લાંબા અને ૨૨૫ મી. મી. (૯”)ના પહોળા લંબચોરસ આકારમાં વણી લો.તેની પર તૈયાર કરેલું પૂરણ એવી રીતે પાથરો કે તેની દરેક બાજુએ ૧/૨” ની જગ્યા રહે.હવે તેની લાંબી બાજુએ વાળીને તેની બીજી બાજુ સુધી લઇ જઇ રોલ તૈયાર કરો.આ રોલના ચપ્પુથી ૧૩ સરખા ભાગ પાડો.આ રોલના ટુકડાઓને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર કેક ટ્રે માં ગોઠવી લો.આ ટ્રે ને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.હવે આ ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.તે પછી તેને થોડા ઠંડા પાડી દરેક રોલને ચપ્પુ વડે છુટા પાડી ટ્રેમાંથી બહાર કાઢી લો.તે પછી તેની પર બ્રશ વડે પીગળાવેલું માખણ સરખી રીતે લગાડી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/homemade-cinnamon-rolls-recipe-eggless-gujarati-4992rહોમ-મેડ સિનેમન રોલDilipkumar on 08 Jul 23 11:18 PM5Looks good 👍 PostCancelTarla Dalal 09 Jul 23 07:10 AM   Thanks for the feedback. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન