You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > ડીપ્સ્ / સૉસ > હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી બદામ બટર રેસીપી | હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી | બદામના માખણની રેસીપી | How To Make Almond Butter At Home તરલા દલાલ બદામ બટર રેસીપી | હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી | બદામના માખણની રેસીપી | almond butter recipe in gujarati | with 18 amazing images. ખૂબ ચીવટ રાખીને એક અજોડ સુગંધી અને મોઢામાં પાણી છૂટે એવું આલ્મન્ડ બટર ઘરે બનાવવું એટલે એક ખાસ એવો અનુભવ ગણાય જેનું વર્ણન ન કરી શકાય. જ્યારે તમે આલ્મન્ડ બટર બનાવવાનું વિચારો ત્યારે તમે એક ખાસ પ્રકારના સ્વાદની ધારણા કરશો, પણ આ માખણ તો તમે ધારેલી ખુશ્બુથી પણ વધુ સરસ સુવાસ આપે છે, કારણકે તેમાં બદામને પીસવા પહેલાં શેકવામાં આવી છે. તેમાં બહું થોડું નાળિયેરનું તેલ ઉમેરવાથી માખણની પૌષ્ટિક્તા તો વધે છે ઉપરાંત તેની ખુશબોઇમાં પણ વધારો થાય છે. બદામ બટરમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે, તે ઉપરાંત તેમાં મેળવેલું નાળિયેરનું તેલ પૌષ્ટિક ચરબી એટલે મધ્યમ ટ્રાઇગ્લીસેરાઇડ્સ (triglycerides) ધરાવે છે. બજારમાં મળતા નુકશાનકારક તૈયાર બદામના માખણ કરતાં તેને ઘરે બનાવવું અતિ ઉત્તમ છે, કારણકે બજારના માખણમાં સારા પ્રમાણમાં સાકર અને હાઇડ્રોજેનેટેડ વેજીટેબલ ચરબી મેળવેલી હોય છે જે આપણા માટે હાનિકારક છે. આમ પણ કિંમતમાં પણ તે બજારના ભાવથી સસ્તું તૈયાર થાય છે. આ માખણમાં એવું જરૂરી નથી કે તેમાં મોંઘી બદામનો જ ઉપયોગ કરવો, કારણકે અહીં આપણને બદામને પીસવાની જ છે. અહીં તમને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બદામને પીસતી વખતે મિક્સરને થોડી ધીરજથી ધીમે-ધીમે અડધી-અડધી મિનિટે બંધ કરતાં રહેવું નહીં તો મિક્સર જલ્દી ગરમ થઇ જશે. તૈયાર કરેલા બદામના માખણને બરણીમાં ભરીને જો ફ્રીજમાં રાખશો તો ૨૫ દીવસ અને બહાર સામાન્ય તાપમાન પર રાખશો તો તે ૧૫ દીવસ તાજું રહેશે. પણ જો તમે તેને ફ્રીજમાં જ રાખશો તો પછી વાપરો ત્યાં સુધી ફ્રીજમાં જ રાખવું જરૂરી છે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે એક મોટા ચમચા જેટલું માખણ આરોગવું. આ બદામનું માખણ વજનની ફીકર કરવાવાળા માટે પણ ઉત્તમ નાસ્તો છે, કારણકે તેમાં રહેલી યોગ્ય ચરબી તમને વધુ સમય સુધી તૃપ્ત રાખે છે. આવી જ બીજી વાનગી એટલે હોમમેડ પીનટ બટર, હુમુસ વગેરેનો સ્વાદ પણ માણવા જેવો છે. Post A comment 15 Apr 2023 This recipe has been viewed 6766 times आलमंड बटर रेसिपी | घर का बना भारतीय स्टाइल बादाम का मक्खन | चंकी आलमंड बटर - हिन्दी में पढ़ें - How To Make Almond Butter At Home In Hindi almond butter recipe | homemade Indian style almond butter | chunky almond butter - Read in English almond butter video હોમમેઇડ આલ્મન્ડ બટર - How To Make Almond Butter At Home recipe in Gujarati Tags રાંધયા વગરની ભારતીય રેસીપીલો કેલેરી બ્રેકફાસ્ટ રેસિપીડીપ્સ્ / સૉસબટર રેસીપીમિક્સરઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપીબાળકો માટેનો પૌષ્ટિક આહાર તૈયારીનો સમય: ૨ મિનિટ   પીસવાનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૧.૨૫ કપ માટે મને બતાવો કપ ઘટકો બદામ બટર માટે૨ ૧/૪ કપ બદામ૧ ટેબલસ્પૂન સેન્દ્રિય નાળિયેરનું તેલ૧/૪ ટીસ્પૂન આખું મીઠું કાર્યવાહી બદામ બટર માટેબદામ બટર માટેબદામ બટરની રેસીપી બનાવવા માટે, બદામને એક પહોળા નોન-સ્ટીક પેનમાં મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી સૂકુ શેકી લો.એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.જ્યારે ઠંડુ થાય, ત્યારે ૧/૪ કપ શેકેલી બદામને બાજુ પર રાખો અને તેને મોર્ટાર પેસ્ટલમાં દરદરૂ કુટી લો.બાકીની શેકેલી બદામને મોટા મિક્સરમાં નાખો.તેને ૫ થી ૭ મિનિટ સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી તે ઘટ્ટ પેસ્ટ ન બને.સેન્દ્રિય નાળિયેરનું તેલ અને આખું મીઠું ઉમેરો અને ફરીથી ૩ થી ૪ મિનિટ માટે અથવા સુવાળું થાય ત્યાં સુધી પીસો.એક ઊંડા બાઉલમાં કાઢી લો અને તેમાં દરદરી પીસેલી બદામ નાખીને બરાબર મિક્સ કરો.હોમમેઇડ આલ્મન્ડ બટરને પીરસો અથવા એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન