You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > ચૉકલેટના પીણાં > આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી | Iced Coffee Mocha તરલા દલાલ આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે. ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટુકડાઓ પર રેડી આ રેસીપી મુજબ બનાવી જોઇએ. જ્યારે તમે આ રીતે કોફી બનાવશો, ત્યારે તમને એક નવો આનંદ અનુભવવા મળશે તેની મને ખાત્રી છે. Post A comment 21 Nov 2018 This recipe has been viewed 3519 times Iced Coffee Mocha - Read in English આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી - Iced Coffee Mocha recipe in Gujarati Tags ચૉકલેટના પીણાંભારતીય કોફી રેસિપીહાઇ ટી પાર્ટીવેસ્ટર્ન પાર્ટી તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૨ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે૨૦ બરફના ટુકડા૨ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર૨ ટેબલસ્પૂન કોકો પાવડર૩ ટેબલસ્પૂન કેસ્ટર સુગર૧ ૧/૪ કપ ઠંડું દૂધ કાર્યવાહી Methodઆઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોકો પાવડર, કેસ્ટર સુગર અને ૧/૪ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.તે પછી તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.બીજા એક બાઉલમાં ૧/૪ કપ ગરમ પાણીમાં કોફી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.પીરસતા પહેલા, એક લાંબા ગ્લાસમાં ૧૦ બરફના ટુકડા મૂકી તેની પર અડધો ભાગ કોકો-દૂધનું મિશ્રણ અને અડધો ભાગ કોફી-પાણીનું મિશ્રણ રેડી સારી રીતે મિક્સ કરી લો.રીત ક્રમાંક ૪ મુજબ બીજો એક ગ્લાસ તૈયાર કરો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન