You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ફરસાણ રેસીપી > મગની દાળની કચોરી ની રેસીપી મગની દાળની કચોરી ની રેસીપી | Mag Dal Ni Kachori ( Gujarati Recipe) તરલા દલાલ કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. પ્રોટીનયુક્ત મગની દાળના પૂરણવાળી આ વાનગી નાના બાળકોને ગમે એવી છે. અહીં ધ્યાન રાખશો કે કચોરીને ધીમા તાપ પર તળવી, જેથી તેની દરેક બાજુ સરખી રીતે તળીને કચોરીનું ઉપરનું લોટનું પડ સરસ મજેદાર બને. Post A comment 30 Aug 2024 This recipe has been viewed 13355 times मग दाल नी कचौरी रेसिपी | मूंग दाल की कचौड़ी | गुजराती मग दाल नी कचौरी | दाल कचौरी - हिन्दी में पढ़ें - Mag Dal Ni Kachori ( Gujarati Recipe) In Hindi mag dal ni kachori recipe | Gujarati mag dal ni kachori | dal kachori | - Read in English મગની દાળની કચોરી ની રેસીપી - Mag Dal Ni Kachori ( Gujarati Recipe) in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીમનોરંજન માટેના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તારક્ષાબંધન રેસીપીગણેશ ચતુથીઁ રેસિપિસમધર્સ્ ડેદિવાળીમાં બનતી નાસ્તાની રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૫ મિનિટ   કુલ સમય : ૫૦ મિનિટ    ૧૦ से ૧૨ કચોરી માટે મને બતાવો કચોરી ઘટકો કણિક માટે૩/૪ કપ મેંદો૨ ટીસ્પૂન પીગળાવેલું ઘી મીઠું , સ્વાદાનુસારપૂરણ માટે૧ ૧/૨ કપ પીળી મગની દાળ , આગલી રાત્રે પલાળી રાખ્યા બાદ નીતારેલી૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન અજમો૧/૨ ટીસ્પૂન વરિયાળી૧/૨ ટીસ્પૂન તલ૧/૨ ટીસ્પૂન હીંગ૧/૨ ટીસ્પૂન હળદર૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૨ ટીસ્પૂન વરિયાળીનો પાવડર૨ ટીસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુ તેલ , તળવા માટેપીરસવા માટે ખજૂર-આમલીની ચટણી કાર્યવાહી કણિક માટેકણિક માટેએક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૬૩ મી. મી. (૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લીધા પછી તેને ભીના મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેમગની દાળને નીતારી એક બાઉલમાં મૂકી તેમાં ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બાઉલને પ્રેશર કુકરમાં મૂકી, કુકરની ૧ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મગની દાળને ફરીથી નીતારી લીધા બાદ તેને બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, વરિયાળી, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગની દાળ, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, વરિયાળીનો પાવડર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી થોડું ઠંડું થવા બાજુ પર રાખો.આ પૂરણના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતવણેલા એક ભાગને સપાટ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, તેની કીનારીઓ મધ્યમાં વાળીને ઉપરથી બંધ કરી લો.આમ વાળી લીધા પછી તેને હાથમાં લઇને ગોળ કચોરી તેયાર કરી લો.રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની કચોરી તૈયાર કરી લો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડી કચોરીઓ નાંખી તે કરકરી અને દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી નિતારી લીધા પછી ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન