You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > કેક > માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક | Microwave Chocolate Sponge Cake in 5 Minutes, Indian Style તરલા દલાલ ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, માખણ અને દહીં જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તમને છેલ્લી ઘડીએ વસ્તુઓ ખરીદવાની દોડાદોડી કરવાની જરૂર નથી પડતી. ફક્ત એટલું ધ્યાન રાખવું કે કેક તૈયાર કરી તરત જ પીરસવું, કારણકે તેને થોડીવાર રાખી મૂકવાથી તે સૂકું થઇ જાય છે. પણ જો કદાચ તમે તેને તરત જ ન પીરસી શક્યા અને કેક સૂકું થઇ ગયું, તો તેને સ્લાઇસ કરી ઉપર આઇસક્રીમ મૂકી અથવા કસ્ટર્ડ રેડીને છેલ્લે ફળ અથવા સૂકા મેવા વડે સજાવીને એક શાનદાર ડેઝર્ટ બનાવીને પણ પીરસી શકો છો. Post A comment 10 Jan 2025 This recipe has been viewed 7853 times 5 मिनट में माइक्रोवेव चॉकलेट स्पंज केक रेसिपी | भारतीय स्टाइल माइक्रोवेव चॉकलेट स्पंज केक | आसान एगलैस चॉकलेट स्पंज केक | आसान माइक्रोवेव चॉकलेट केक | कोको पाउडर केक - हिन्दी में पढ़ें - Microwave Chocolate Sponge Cake in 5 Minutes, Indian Style In Hindi Microwave Chocolate Sponge Cake in 5 Minutes, Indian Style - Read in English માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક - Microwave Chocolate Sponge Cake in 5 Minutes, Indian Style recipe in Gujarati Tags સરળ ભારતીય વેજ રેસિપીમનગમતી રેસીપીકેકડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજનમાઇક્રોવેવહાઇ ટી પાર્ટીમાઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૧કેક માટે મને બતાવો કેક ઘટકો ૧ ટેબલસ્પૂન કોકો પાવડર૨ ટેબલસ્પૂન દહીં૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા૧/૨ કપ મેંદો૧/૪ કપ પીગળાવેલું માખણ૫ ટેબલસ્પૂન પીસેલી સાકર૧/૨ ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ કાર્યવાહી Methodએક બાઉલમાં દહીં અને બેકિંગ સોડા ભેગા કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક બાઉલમાં મેંદો અને કોકો પાવડર ચાળીને ભેગા કરી બાજુ પર રાખો.એક ઊંડા માઇક્રોવેવ સેફ બાઉલમાં ૧/૪ કપ પાણી રેડી, માઇક્રોવેવને ઉંચા (high) તાપ પર ૧ મિનિટ ગરમ કરી લીધા પછી તેમાં પીગળાવેલું માખણ અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.તે પછી તેમાં મેંદાનું મિશ્રણ, દહીં અને બેકિંગ સોડાનું મિશ્રણ અને વેનિલાનું ઍસન્સ મેળવી ચપટા તવેથા (spatula) વડે હળવેથી મિક્સ કરો જેથી ગઠોડા ન રહે.આ મિશ્રણને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસની ગ્રીસ કરેલી માઇક્રોવેવ સેફ ડીશમાં મૂકી, માઇક્રોવેવમાં ૪ મિનિટ સુધી બેક કરી લો.તે પછી તેને માઇક્રોવેવમાંથી કાઢીને લગભગ ૫ મિનિટ સુધી બહાર રહેવા દો.હવે તેને મોલ્ડમાંથી કાઢી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન