ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | Oats Flax Seed Roti, Flaxseed Roti

ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | oats flax seed roti in Gujarati | with 32 amazing images.

એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો એનો મધુર સ્વાદ તમને જરૂરથી પસંદ પડશે. ઓટ્સ અને અળસી ની રોટી સંપૂર્ણપણે પૌષ્ટિક સામગ્રી વડે તૈયાર કરવામાં આવી છે જે રક્તના ઉંચા દબાણવાળા માટે અતિ ઉત્તમ છે, કારણકે ઓટસ્ માં રહેલા બીટા ગ્લુકાગોન (beta glucagon) ઉચ્ચ રક્તદાબ અને રક્તમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાં રાખવા મદદરૂપ રહે છે.

આમ, આ અળસીની રોટી હ્રદયની જાળવણી માટે મદદરૂપ તો છે, ઉપરાંત રોટીની ઉપર અળસીનો છંટકાવ તેને આકર્ષક તો બનાવે છે સાથે સાથે તેની પૌષ્ટિક્તામાં પણ વધારો કરી તેને સ્વાદિષ્ટ બનાવે છે.

આવી જ બીજી લૉ સોલ્ટ વાનગી જેવી કે ગ્રીન પીઝ સૂપ અને ક્રીમી ગ્રીન સલાડ પણ અજમાવવા જેવી છે.

Oats Flax Seed Roti, Flaxseed Roti recipe In Gujarati

This recipe has been viewed 7500 times



ઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી - Oats Flax Seed Roti, Flaxseed Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૨ કપ ક્વીક કૂકિંગ રોલ્ડ ઓટસ્
૧/૨ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન અળસીનો પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૮ ટીસ્પૂન મીઠું
૩ ટીસ્પૂન અળસી , છાંટવા માટે
ઘઉંનો લોટ , વણવા માટે
૧ ૧/૨ ટીસ્પૂન તેલ, રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આમ તૈયાર થયેલી કણિકના ૬ સરખા ભાગ પાડો.
  3. હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  4. આ વણેલા ભાગ પર ૧/૨ ટીસ્પૂન જેટલી અળસીનો છંટકાવ કરી લો.
  5. હવે વણેલા ભાગને ફરીથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, રોટીને મધ્યમ તાપ પર ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૩ થી ૬ મુજબ બાકીની ૫ રોટી તૈયાર કરો.
  8. તરત જ પીરસો.

Reviews