You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન અલ્પાહાર મહારાષ્ટ્રીયન નાસ્તો વાનગીઓ > રવાનો શીરો રેસીપી રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa તરલા દલાલ રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | with 13 amazing images. એક અદ્ભુત ઝડપી ભારતીય મીઠાઈ, રવા શીરા મિનિટમાં તૈયાર કરી શકાય છે. તેને વધુ અગાઉથી તૈયારીની જરૂર પણ હોતી નથી, અને ટૂંક સમયમાં પણ તેને બનાવી શકાય છે. સુજી કા હલવા પરંપરાગત છે, છતાં તેની સરળતામાં આધુનિક છે, જે આપણને સંપૂર્ણ આનંદ આપે છે. સોજીનો શીરાને ઘીમાં રાવાને શેકીને બનાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં દૂધ, પાણી, સાકર અને બદામ ઉમેરીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી રાંધવામાં આવે છે. રવા શીરા રેસીપી પુરી અને ચણા સાથે પરંપરાગત અને આનંદકારક સંયોજન બનાવે છે. Post A comment 20 Nov 2024 This recipe has been viewed 12623 times रवा शीरा रेसिपी | सूजी का हलवा | सूजी हलवा बनाने की विधि | - हिन्दी में पढ़ें - Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa In Hindi rava sheera recipe | suji ka halwa | sooji halwa | - Read in English Rava Sheera Video રવાનો શીરો રેસીપી - Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન મીઠાઈઓમહારાષ્ટ્રીયન અલ્પાહાર | મહારાષ્ટ્રીયન નાસ્તો વાનગીઓ |મહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટવિવિધ પ્રકારના શેરા, બરફી , હલવોપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝહલવારક્ષાબંધન રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૧૭ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો રવા શીરા માટે૧ કપ રવો૧/૨ કપ ઘી૧/૨ કપ ગરમ દૂધ૧ કપ સાકર૧ ટેબલસ્પૂન સમારેલી કિસમિસ૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ૧ ટીસ્પૂન એલચીનો પાવડરસજાવવા માટે૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર૧ ટેબલસ્પૂન કિસમિસ૧/૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ કાર્યવાહી રવા શીરા બનાવવા માટેરવા શીરા બનાવવા માટેરવા શીરા બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં રવો નાંખો અને ધીમી તાપ પર ૬ થી ૮ મિનિટ થોડા-થોડા સમયે હલાવતા રહી સાંતળી લો.દૂધ, ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.તેમાં સાકર, કિસમિસ અને કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ધીમી તાપ પર લગભગ ૧૦ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.ઈલાયચી પાવડર નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.રવા શીરાને ઇલાયચી પાવડર, કિસમિસ અને કાજુ વડે સજાવીને તરત જ પીરસો. વિગતવાર ફોટો સાથે રવાનો શીરો રેસીપી અન્ય ભારતીય ડેઝર્ટ રેસિપિ અમારી વેબસાઇટ પર એક વિશાળ સંગ્રહ ભારતીય ડેઝર્ટ રેસિપિઓનો છે. તો રવાનો શીરો રેસીપી | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | સિવાય તમે અન્ય શીરા / હલવા રેસિપિ પણ અજમાવી શકો છો: મગ ની દાળ નો શીરો - Moong Dal Sheera બેસનનો શીરો - Besan Sheera રાગી નો શીરો - Ragi Sheera રવાનો શીરો / સુજી કા હલવા રવાનો શીરો બનાવવા માટે | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | એક ખુલ્લું નૉન-સ્ટીક પૅન લો અને તેમાં ઘી નાખો. ઘી ગરમ થવા દો. રવો ઉમેરો. ધીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૬ થી ૮ મિનિટ માટે અથવા ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગ ન થાય ત્યાં સુધી અથવા તમને રવાની સુગંધ ન આવે ત્યાં સુધી સાંતળી લો. સૂજીને બળી જતા અટકાવવા માટે તેને ધીમા તાપ પર જ સાંતળ જો. હવે તેમાં દૂધ નાખો. ગરમ દૂધનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે રવાને ઝડપથી રાંધવામાં મદદ કરશે. ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો. આ પ્રવાહી રવાને યોગ્ય રીતે રાંધવામાં મદદ કરશે. સારી રીતે મિક્સ કરી દો અને ધીમી તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. હવે તેમાં સાકર નાખો. તમે તમારી ઇચ્છિત મીઠાશના સ્તર સુધી સાકરની માત્રામાં ઘટાડો અથવા વધારો કરી શકો છો. સમારેલી કિસમિસ અને કાજુ ઉમેરો. તમે બદામ, પિસ્તા, અખરોટ વગેરે જેવા અન્ય ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી દો જેથી બધી સામગ્રી રવા શીરામાં સમાવિષ્ટ થઈ જાય. ઢાંકી ને ધીમી તાપ પર લગભગ ૧૦ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો. તે થોડો વધુ કે ઓછો સમય લેશે કારણ કે તે રવાની ગુણવત્તા અને તે તાપ પર પણ આધાર રાખે છે. ઈલાયચી પાવડર નાખો. તમે તમારા રવા શીરાને કેસરથી પણ સુગંધિત કરી શકો છો. લગભગ ૧ ટેબલસ્પૂન ગરમ દૂધમાં કેસર પલાળી દો અને તેને દૂધની સાથે તમારા શીરામાં ઉમેરો. રવાનો શીરોને | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો. તમારો રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | હવે પીરસવા માટે તૈયાર છે. ઈલાયચી પાવડર, કિસમિસ અને કાજુ અથવા કોઈપણ અન્ય ડ્રાયફ્રૂટ્સ સાથે સજાવીને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન