ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | Tomato Omelette Recipe તરલા દલાલ ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | tomato omelette in gujarati | with 16 amazing images. મસાલાના આકર્ષક સ્પર્શ સાથે બેસન અને સમારેલા ટામેટાંનું મિશ્રણ તમને સ્વાદિષ્ટ ટોમેટો બેસન પુડલા આપે છે. અમે આ શાકાહારી ટોમેટો ઓમલેટને સુપર હેલ્ધી બનાવ્યું છે કારણ કે તે મુખ્યત્વે બેસન, ટામેટાં અને કાદાંના મિશ્રણથી બને છે. આ એક ઝડપી અને સરળ શાકાહારી ટામેટાના પુડા બનાવવાની રીત છે, જે સાંજના નાસ્તા તરીકે લઈ શકાય છે. ટોમેટો બેસન પુડલા રેસીપીની સુંદરતા એ છે કે તે સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને બને છે જે તમારા ઘરે હોવાની ખાતરી છે, અને તેને પીસવાની અથવા આથો લાવવાની જરૂર નથી. તેથી, જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તેને તરત જ બનાવી શકો છો. આ ઝડપી ચણાના લોટ ના પુડલા એ એક લોકપ્રિય ભારતીય નાસ્તાની રેસીપી છે જે લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસવામાં આવે છે. Post A comment 21 Jun 2022 This recipe has been viewed 3667 times टमाटर ऑमलेट रेसिपी | एगलेस मसाला टमाटर ऑमलेट | टोमेटो आमलेट | बेसन का चीला - हिन्दी में पढ़ें - Tomato Omelette Recipe In Hindi tomato omelette | eggless tomato omelette | vegetarian tomato omelette | besan ka cheela - Read in English Tomato Omelette Video ટોમેટો બેસન પુડલા રેસીપી - Tomato Omelette Recipe in Gujarati Tags ઝડપી સાંજે નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપીસવારના નાસ્તાની ઝટપટ રેસીપીવિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલચોમાસા માં બનતી નાસ્તાની રેસિપિપોટેશિયમ યુક્ત બ્રેકફાસ્ટ રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૫ પુડલા માટે મને બતાવો પુડલા ઘટકો ટોમેટો બેસન પુડલા માટે૧/૨ કપ બારીક સમારેલા ટામેટાં૩/૪ કપ ચણાનો લોટ૧/૪ ટીસ્પૂન હળદર૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો૧/૪ ટીસ્પૂન હિંગ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ બારીક સમારેલા કાદાં૧/૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ૧/૪ કપ સમારેલી કોથમીર૫ ટીસ્પૂન તેલ , ચુપડવા અને રાંધવા માટેટોમેટો બેસન પુડલા સાથે પીરસવા માટે લીલી ચટણી ટોમેટો કેચપ કાર્યવાહી ટોમેટો બેસન પુડલા બનાવવા માટેટોમેટો બેસન પુડલા બનાવવા માટેટોમેટો બેસન પુડલા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ચણાનો લોટ, હળદર, ગરમ મસાલો, હિંગ, લાલ મરચાંનો પાવડર, મીઠું અને અડધો કપ પાણી ભેગું કરી, હલાવીને સારી રીતે મિક્સ કરો.બાકીની બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને તેને ૧/૨ ટીસ્પૂન તેલ વડે ગ્રીસ કરો.તે પછી તવા પર એક ચમચા જેટલું મિશ્રણ રેડીને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનું વર્તુળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો.૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૪ ટોમેટો બેસન પુડલા તૈયાર કરો.ટોમેટો બેસન પુડલાને તરત જ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન