હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ | Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap

લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ જલદીથી બનાવી શકશો. બીન સ્પ્રાઉટસ્ અને બીજા લીલા શાકભાજીનો વપરાશ આ રૅપને વિટામિન અને લોહતત્વથી ભરપૂર બનાવે છે.

Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap recipe In Gujarati

This recipe has been viewed 6053 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

होल व्हीट सलाद गार्लिक टमॅटो चटनी रैप - हिन्दी में पढ़ें - Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap In Hindi 


હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ - Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪રૅપ માટે
મને બતાવો રૅપ

ઘટકો
દિવસની વધેલી રોટી
લસણ-ટમેટાની ચટણી , ૧ રેસિપી

મિક્સ કરીને સલાડ બનાવવા માટે
૧/૨ કપ બારીક સ્લાઇસ કરેલા ટમેટા
૧/૨ કપ બારીક સ્લાઇસ કરેલો લીલા કાંદાનો સફેદ ભાગ
૧/૨ કપ પાતળા લાંબા કાપેલા ગાજર
૧/૨ કપ બીન સ્પ્રાઉટસ્
૧ કપ ઝીણા લાંબા સમારેલા આઇસબર્ગ સલાડના પાન
૧/૨ કપ સ્લાઇસ કરેલા સીમલા મરચાં
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. મિક્સ કરેલ સલાડ અને લસણ-ટમેટાની ચટણીના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. રોટીને એક સાફ અને સૂકી જગ્યા પર મૂકી તેની પર ચટણીનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.
  3. હવે તેની બરોબર વચ્ચે સલાડનો એક ભાગ મૂકી રોટીને ચુસ્ત રીતે લપેટી લો.
  4. બાકીના ૩ રૅપ રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બનાવી લો.
  5. તરત જ પીરસો.
Nutrient values એક રૅપ માટે

ઊર્જા
૧૧૨ કૅલરી
પ્રોટીન
૪.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૬.૯ ગ્રામ
ચરબી
૩.૧ ગ્રામ
ફાઇબર
૨.૮ ગ્રામ
વિટામિન એ
૫૭૫.૩ માઇક્રોગ્રામ
વિટામિન સી
૨૦.૦ મીલીગ્રામ
લોહતત્વ
૧.૭ મીલીગ્રામ

Reviews

હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ
 on 14 Aug 17 02:44 PM
5

good recipes