બટાકાનું શાક રેસીપી | Aloo ki Sukhi Sabzi

બટાકાનું શાક રેસીપી | બટેટાનું સુકુ શાક | બટાકાનું શાક બનાવવાની રીત | aloo ki sukhi sabzi in gujarati | with 15 amazing images.

બટાકાનું શાક બનાવવા માટે મુઠ્ઠીભર સામગ્રીની જરૂર છે જે ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. જ્યારે તમને તમારી રોટલી અથવા પુરી સાથે પીરસવા માટે કોઈ ઝડપી અને સરળ શાકની જરૂર હોય, ત્યારે આ ઘરેલું બટેટાનું સુકુ શાકથી વધુ સારો વિકલ્પ કોઈ નથી. જો તમારી પાસે બાફેલા બટેટા હાથ પર હોય, તો આ સદા-લોકપ્રિય બટેટાનું સુકુ શાકબનાવવામાં તમને પાંચ મિનિટથી વધુ સમય લાગશે નહીં.

બટાકાનું શાક તૈયાર કરવામાં સરળ છે અને તેને રોજિંદા સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાય છે, પરંતુ આ વાનગી જાદુઈ અને સાર્વત્રિક અપીલ ધરાવે છે. તે બધા ને ભાવસે તેની ખાતરી આપે છે! થોડી ઝીણા સમારેલા કાદાં અને લીંબુનું અથાણું પુરી અથવા રોટલી સાથે બટેટાનું સુકુ શાક ઉત્તમ સાથ આપે છે.

Aloo ki Sukhi Sabzi recipe In Gujarati

બટાકાનું શાક રેસીપી - Aloo ki Sukhi Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બટાકાના શાક માટે
૨ કપ બાફીને છોલી લીધેલા બટાટાના ટુકડા
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું (જીરા)
૩ થી ૪ કડી પત્તા
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચું પાવડર
૧ ૧/૨ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
બટાકાના શાક બનાવવા માટે

    બટાકાના શાક બનાવવા માટે
  1. બટાકાના શાક બનાવવા માટે બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર 30 સેકન્ડ સુધી સાંતળો.
  3. બાકીની બધી સામગ્રી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. બટાકાનું શાક ગરમાગરમ પીરસો.

Reviews